વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)માં ફરી એક વાર બહુજન વિકાસ આઘાડી (BVA)એ શાનદાર વિજય અને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. કુલ ૧૧૫ બેઠકોમાંથી BVAના ઉમેદવારો ૬૯ બેઠકો પર જીત્યા છે.
હિતેન્દ્ર ઠાકુર અને ગઈ કાલે વિરારમાં ભવ્ય ઉજવણી કરતા BVAના કાર્યકરો
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)માં ફરી એક વાર બહુજન વિકાસ આઘાડી (BVA)એ શાનદાર વિજય અને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. કુલ ૧૧૫ બેઠકોમાંથી BVAના ઉમેદવારો ૬૯ બેઠકો પર જીત્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ૪૪ બેઠકો પર જીતી છે અને શિવસેનાને એક જ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. બાકીના પક્ષો એક પણ બેઠક જીતી શક્યા નથી.
આ જીત સાથે BVAએ VVCMC પર પોતાની સત્તા જાળવી રાખી છે. વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરે ફરી એક વાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.


