શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સહિતના મહત્ત્વના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરતું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આવક વધારવા પગલાં ઉઠાવી રહ્યું છે, પણ એને જોઈએ એવી સફળતા નથી મળી રહી.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી મસ્જિદ તરફ આવતાં આવેલી BMCની શિવાજી મહારાજ મંડઈની ઇમારત તોડી પાડવામાં આવી છે. એનો પ્લૉટ અને વરલીમાં આવેલો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનો પ્લૉટ BMC ૬૦ વર્ષની લીઝ પર આપવા માગે છે જેથી લાંબા ગાળાની ભાડાની નિશ્ચિત આવક થઈ શકે. એ માટે BMCએ ટેન્ડર પણ બહાર પાડ્યાં હતાં, પણ એને પ્રતિસાદ ન મળતાં બુધવારે ટેન્ડરની મુદત લંબાવવામાં આવી હતી. પહેલાં લાસ્ટ ડેટ ૧૧ એપ્રિલ હતી એ હવે લંબાવીને ૨૮ એપ્રિલ કરવામાં આવી છે. શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે.

