આ ઘટનામાં ચારથી પાંચ પ્રવાસીઓને નાની-મોટી ઈજા થઈ હતી.
અસરગ્રસ્ત બસ
થાણે-ઈસ્ટના કોપરી વિસ્તારમાં હોટેલ આયોગ સામે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે રાતે ૯.૦૮ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ ડ્રાઇવરે ડિવાઇડર પર ચડાવી દીધી હતી. આ ઘટનામાં ચારથી પાંચ પ્રવાસીઓને નાની-મોટી ઈજા થઈ હતી.
BESTની આ બસ OLECTRA કંપનીની હતી. એ બોરીવલીથી થાણે-ઈસ્ટ આવી રહી હતી, એ વખતે બસમાં ૩૦ પ્રવાસીઓ હતા. ડ્રાઇવર સુશાંત મોહિતેએ બસ પરથી કાબૂ ગુમાવતાં બસ સર્વિસ રોડના ડિવાઇડર પર ચડી ગઈ હતી. એ પછી પૅસેન્જરો જાતે બસમાંથી નીચે ઊતરી ગયા હતા. ચારથી પાંચ પ્રવાસીઓને ઈજા થઈ હતી. પ્રવાસીઓ સારવાર માટે પોતાની રીતે ખાનગી હૉસ્પિટલમાં ગયા હતા, જ્યારે બે પ્રવાસીઓને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

