Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગંદકી કરતા મુંબઈગરાઓને દંડશે BMCના ૩૫૦ જુનિયર સુપરવાઇઝરો

ગંદકી કરતા મુંબઈગરાઓને દંડશે BMCના ૩૫૦ જુનિયર સુપરવાઇઝરો

Published : 06 February, 2026 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ ફેબ્રુઆરીથી પૅટ્રોલિંગ શરૂ, નવા નિયમોનું ઉલ્લંઘન થશે તો સીધી રસીદ પકડાવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગેરરીતિની અનેક ફરિયાદોને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વિવાદાસ્પદ ક્લીન-અપ માર્શલ સ્કીમ કાયમી ધોરણે બંધ કરી દીધી છે. આ સ્કીમની જગ્યાએ હવે BMCએ ૩૫૦ જુનિયર સુપરવાઇઝરની ભરતી કરી છે. BMCએ તાજેતરમાં જ જાહેર કરેલા સ્વચ્છતાના નવા નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રહેશે આ જુનિયર સુપરવાઇઝરોની. આ સુપરવાઇઝર પોલીસના બીટ-માર્શલની જેમ કામ કરશે.

ક્લીન-અપ માર્શલ યોજના ૨૦૨૫ એપ્રિલ મહિનામાં બંધ કરવામાં આવી હતી. ત્યારથી BMCએ સફાઈ માટે કાયમી સ્ટાફ પર આધાર રાખવાનું નક્કી કર્યું હતું. શહેરના સ્વચ્છતા-અભિયાનમાં જવાબદારી અને પારદર્શિતા રહે એ માટે યોગ્ય ચર્ચા-વિચારણા પછી જુનિયર સુપરવાઇઝરોની ટીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સિનિયર ઑફિસરે આ પગલાને પ્રાઇવેટ ક્લીન-અપ માર્શલના ગેરરીતિના વિવાદનો કાયમી ઉકેલ ગણાવ્યો હતો.



૧૨ ફેબ્રુઆરીથી જુનિયર સુપરવાઇઝરો નિયમોને લાગુ કરવા માટે મુંબઈમાં પૅટ્રોલિંગ શરૂ કરશે. ગંદકી કરવી, થૂંકવું અને ખુલ્લામાં કચરો ફેંકવો જેવા ગુનાઓમાં દંડ કરવાની સત્તા જુનિયર સુપરવાઇઝર પાસે હશે. દરેક જુનિયર સુપરવાઇઝરને એક વિસ્તાર સોંપવામાં આવશે જ્યાં તેને દંડ વસૂલ કરવાનો અધિકાર હશે.


BMCના કાયમી કર્મચારીઓ તરીકે જુનિયર સુપરવાઇઝરોને આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે. સત્તાનો દુરુપયોગ અટકાવવા માટે દરેક દંડની રસીદ પણ આપવાની રહેશે.

સુપરવાઇઝરોને યુનિફૉર્મ અને પૅટ્રોલ-બાઇક આપવાની વિચારણા પણ ચાલી રહી છે. જુનિયર સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવશે અને ગુનો આચરનાર સાથે વ્યવહાર કરતી વખતે નમ્રતા જાળવવાની સૂચના પણ આપવામાં આવશે.


જો ગંદકી કરશો તો હવે આટલો દંડ ભરવો પડશે

જાહેર સ્થળોએ કચરો નાખવો

૫૦૦ રૂપિયા

જાહેર સ્થળોએ થૂંકવું

૨૫૦ રૂપિયા

જાહેર સ્થળોએ પેશાબ કરવો

૫૦૦ રૂપિયા

જાહેર સ્થળોએ મળત્યાગ કરવો

૫૦૦ રૂપિયા

જાહેર સ્થળોએ પ્રાણીઓ કે પક્ષીઓને ખવડાવવું

૫૦૦ રૂપિયા

જાહેર સ્થળોએ વાહનો ધોવાં

૫૦૦ રૂપિયા

ભીના અને સૂકા કચરાને અલગ ન કરવો

૨૦૦ રૂપિયા

કચરાને બાળી નાખવો (બલ્કમાં અથવા કમર્શિયલ)

૧૦,૦૦૦ રૂપિયા

માછલી, મરઘાં અથવા માંસના કચરાને અલગ ન કરવો

૭૫૦ રૂપિયા

પાલતુ પ્રાણીઓને જાહેરમાં ટૉઇલેટ કરાવવું અથવા ગંદકી કરવી

૧૦૦૦ રૂપિયા

પરવાનગી વગર કન્સ્ટ્રક્શન-કામના કચરાને ટ્રાન્સપોર્ટ કરવો

૨૫,૦૦૦ રૂપિયા

 

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK