Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯,૭૩૪ બર્થ-સર્ટિફિકેટમાં ગોટાળા

૧૯,૭૩૪ બર્થ-સર્ટિફિકેટમાં ગોટાળા

Published : 06 June, 2026 08:11 AM | Modified : 06 June, 2026 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રદ કરવા ચીફ રજિસ્ટ્રારને પત્ર લખાયો, ગેરરીતિમાં સામેલ BMCના સ્ટાફ સામે કાર્યવાહીની સંભાવના

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


BMC દ્વારા ૨૦૨૪થી ૨૦૨૬ના સમયગાળા દરમ્યાન ઇશ્યુ કરવામાં આવેલાં બર્થ-સર્ટિફિકેટ સામે ચાલી રહેલી તપાસમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. BMC દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં જાણવા મળ્યું છે કે હજારો સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારના જરૂરી દસ્તાવેજો કે પુરાવાઓ વિના જ સુધારા-વધારા કરી દેવામાં આવ્યા હતા. આ મામલે BMCએ કડક વલણ અપનાવીને આવા ૧૯,૭૩૪ બર્થ-સર્ટિફિકેટ રદ કરવા માટે મુખ્ય રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે.

૨૧ મે સુધીમાં BMCની ટીમને આવા ૧૦,૨૪૪ શંકાસ્પદ કેસ મળ્યા હતા. ત્યાર બાદ BMC દ્વારા કુલ ૮૬,૦૨૦ બર્થ-સર્ટિફિકેટની ઝીણવટભરી સ્ક્રૂટિની કરવામાં આવી હતી, જેમાં ગેરરીતિઓનો આંકડો વધીને છેક ૧૯,૭૩૪ પર પહોંચી ગયો છે.



BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૯ મેએ ચીફ રજિસ્ટ્રાર ઑફ બર્થ ઍન્ડ ડેથને આ તમામ ૧૯,૭૩૪ સર્ટિફિકેટ રદ કરવા માટે સત્તાવાર પત્ર મોકલી દેવાયો છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરતાં માલૂમ પડ્યું છે કે ૧૬,૫૨૮ સર્ટિફિકેટ એવાં છે જેમાં નામ કે તારીખ બદલવા માટે કોઈ જ સપોર્ટિંગ ડૉક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા નહોતા. ૩૨૦૬ સર્ટિફિકેટ એવાં છે જેમાં અધૂરા અને અસ્પષ્ટ દસ્તાવેજોના આધારે સુધારા મંજૂર કરી દેવાયા હતા.’


સિનિયર ઑફિસરના જણાવ્યા મુજબ જે સ્ટાફે નિયમોને નેવે મૂકીને આ આખી પ્રક્રિયા કરી છે તેમની સામે પણ ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરીને કડક પગલાં લેવામાં આવશે.

ભાયખલાના રાણીબાગમાં મેયર રિતુ તાવડેએ ઇકો-ફ્રેન્ડ્લી ઈ-બગી અને બાળકો માટેની ડબલ-ડેકર બસનું ઉદ્ઘાટન કર્યું


મુંબઈમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ભાયખલાના રાણીબાગમાં ઇકો-ફ્રેન્ડ્લી ઈ-બગી અને બાળકો માટેની ખાસ ડબલ-ડેકર બસ શરૂ કરવામાં આવી છે. મુંબઈનાં મેયર રિતુ તાવડેના હસ્તે આ વાહનોનું ઉદ્ઘાટન થયું હતું. બૅટરીથી ચાલતાં આ વ્હીકલ્સ રાણીબાગનાં પ્રાણીઓને પ્રદૂષણમુક્ત રાખવા માટે ઉપયોગી ઠરશે. એ ઉપરાંત તેમણે સફેદ ચંપાનો છોડ રોપીને પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK