Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહને કરોડો રૂપિયાની ખંડણી માગતી વૉઇસ-નોટ મળી, પોલીસ દોડતી થઈ

રણવીર સિંહને કરોડો રૂપિયાની ખંડણી માગતી વૉઇસ-નોટ મળી, પોલીસ દોડતી થઈ

Published : 11 February, 2026 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધમકીને પગલે તેના ઘરની સુરક્ષા વધારવામાં આવી, બિશ્નોઈ ગૅન્ગની સંડોવણીનો દાવો

રણવીર સિંહ

રણવીર સિંહ


બૉલીવુડના ઍક્ટર રણવીર સિંહને કરોડો રૂપિયાની ખંડણી માટે ધમકી આપતી વૉટ્સઍપ વૉઇસ-નોટ મળી છે. ધમકીના પગલે મુંબઈ પોલીસે રણવીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને ધમકી આપનારની શોધખોળ શરૂ કરી દીધી છે. જુહુમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીના બિલ્ડિંગ પર ફાયરિંગના બનાવની હજી તપાસ ચાલુ છે ત્યાં વધુ એક સેલિબ્રિટીને ટાર્ગેટ કરવામાં આવતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ થઈ ગયો છે.

વૉઇસ-નોટ મોકલનાર વ્યક્તિ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે એટલે પોલીસે આ દાવાની ચકાસણી શરૂ કરી છે. એક બાજુ પોલીસે રણવીર સિંહના ઘરની બહાર સુરક્ષા વધારી છે તો બીજી બાજુ એ બિલ્ડિંગમાં રહેતા સોસાયટીના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે.



પ્રભાદેવીમાં આવેલા બિલ્ડિંગમાં લગભગ ૬ પોલીસ-અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. જોકે એ માટે બિલ્ડિંગના સેક્રેટરી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી એટલે બિલ્ડિંગના સભ્યોએ દાદર પોલીસને પત્ર લખીને આ વિશે ખુલાસો માગ્યો છે. પરવાનગી વગર અને શસ્ત્રો સાથે પોલીસ-અધિકારીઓ તેમના બિલ્ડિંગમાં હોવા બાબતે બિલ્ડિંગના રહેવાસીઓએ દાદર પોલીસ પાસેથી સ્પષ્ટતા માગી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK