જો નહીં બેસાડ્યું તો દંડાત્મક પગલાં લેવાશે અથવા સાઇટ પણ બંધ થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં હવાનું પ્રદૂષણ ઓછું થાય એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈમાં ચાલી રહેલી હાલની ૧૨૦૦ જેટલી કન્સ્ટ્રક્શન-સાઇટ પર એક મહિનામાં સેન્સરબેઝ્ડ પૉલ્યુશન મૉનિટરિંગ સ્ટેશન બેસાડવા કહ્યું છે અને એનું ડિજિટલ ડિસ્પ્લે બહાર દેખાય એ રીતે ગોઠવવા કહ્યું છે જેથી એ સાઇટ પર કેટલું પૉલ્યુશન છે એ જાણી શકાય. બીજું, એથી એ કન્સ્ટ્રક્શન-સાઇટ પર પૉલ્યુશનને કન્ટ્રોલમાં રાખવા પગલાં લેવાયાં છે કે નહીં એની જાણ પણ થઈ શકશે. ૧૨૦૦માંથી ૬૦૦થી ૭૦૦ સાઇટ પર પૉલ્યુશન મૉનિટરિંગ સ્ટેશન ઑલરેડી લગાવાઈ ગયાં છે. જો
બિલ્ડર કે ડેવલપર એ નહીં બેસાડે તો BMC તેની સામે દંડાત્મક પગલાં લેશે જેમાં સાઇટ બંધ કરી દેવાની પણ જોગવાઈ છે.
BMCના સિવિક એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ આ બાબતે હાલમાં જ બિલ્ડર્સ સાથે બેઠક કરી હતી. એમાં એણે બિલ્ડરોને કન્સ્ટ્રક્શન-સાઇટ પર ઊડતી ધૂળને કાબૂમાં લેવા પગલાં લેવા જણાવ્યું હતું. આમાં પ્રાઇવેટ બિલ્ડર્સની સાઇટ સાથે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ની કન્સ્ટ્રક્શન-સાઇટનો પણ સમાવેશ થાય છે. તેમણે પણ આ ગાઇડલાઇન ફૉલો કરવાની રહેશે.
ADVERTISEMENT
કન્સ્ટ્રક્શન-સાઇટ પર હવાનું પ્રદૂષણ ઓછું કરવા શું ગાઇડલાઇન છે?
ડિમોલિશન અને બાંધકામ થતું હોય ત્યારે ઊડતી ધૂળને કાબૂમાં રાખવા પાણી છાંટવાની વ્યવસ્થા કરવી.વાહનો ધોવા.
સાઇટની ચારે બાજુ ૩૫ ફુટ ઊંચાં પતરાં લગાવવાં.
કન્સ્ટ્રક્શન-સાઇટને તાડપત્રીથી ઢાંકવી.


