Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > SIR વેરિફિકેશનના નામે મુલુંડનો કચ્છી વેપારી સાઇબર ઠગાઈનો શિકાર

SIR વેરિફિકેશનના નામે મુલુંડનો કચ્છી વેપારી સાઇબર ઠગાઈનો શિકાર

Published : 26 October, 2026 09:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજાણ્યા ઠગે માત્ર ૨૦ મિનિટમાં ૮.૨૧ લાખ ઉપાડી લીધા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મતદાર-કાર્ડના વેરિફિકેશનના નામે મુલુંડ-વેસ્ટમાં ગોરેગામ લિન્ક રોડ પર આવેલી એક જાણીતી સોસાયટીમાં રહેતા અને નવી મુંબઈના વાશીમાં ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકેનો વ્યવસાય કરતા ૫૩ વર્ષના કચ્છી વેપારીના બૅન્ક-ખાતામાંથી ૮,૨૧,૮૮૪ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ વિશે કચ્છી વેપારીએ વાશીના ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) પોલીસ-સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. 

શું હતો ઘટનાક્રમ?  
 મુલુંડ-વેસ્ટમાં રહેતા ૫૩ વર્ષના વેપારીને ૧૩ ઑક્ટોબરે બપોરે ૩ વાગ્યે વૉટ્સઍપ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. 
 ફોન કરનાર વ્યક્તિએ પોતાને ઇલેક્શન કમિશનનો અધિકારી કહી પોતાનું નામ ચંદ્રશેખર પાટીલ હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તેમના વોટર કાર્ડ અને આધાર કાર્ડમાં પિતાના નામમાં તફાવત હોવાથી વેરિફિકેશન કરવું પડશે.
 ઠગે વેરિફિકેશન માટે એક ફૉર્મની લિન્ક મોકલી હતી. ફૉર્મ ભરતી વખતે છેલ્લે પાંચ રૂપિયાની ઑનલાઇન 
ફૉર્મ-ફી ચૂકવવાનો વિકલ્પ આવ્યો હતો. ફરિયાદીએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રાન્ઝૅક્શન નિષ્ફળ ગયું હતું.
 દરમ્યાન ટ્રાન્ઝૅક્શન ન થતાં ફરિયાદીને પોતાના મોબાઇલમાંથી એક વિશેષ નંબર ડાયલ કરવા માટે કહેવાયું હતું. આ નંબર ડાયલ કરતાંની સાથે જ સાઇબર ઠગે ફરિયાદીના મોબાઇલ ફોનનો સંપૂર્ણ ઍક્સેસ મેળવી લીધો હતો.
 મોબાઇલનો ઍક્સેસ મેળવતાં જ ઠગે ફરિયાદીના બૅન્કના કરન્ટ અકાઉન્ટમાંથી કુલ ૮,૨૧,૮૮૪ રૂપિયા ઉપાડી લીધા હતા. આશરે ૨૦ મિનિટમાં આ તમામ પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. સાંજે ૪.૩૦ વાગ્યે બૅન્કમાંથી પૈસા કપાયાનો મેસેજ આવતાં છેતરપિંડીનો ખુલાસો થયો હતો.
 બૅન્ક-સ્ટેટમેન્ટની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે આ રકમ બિલ ડેસ્ક મારફતે એક ફાઇનૅન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી. અંતે વેપારીએ પોતાની ફરિયાદ APMC પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK