આ ઘટના ૧૯ મે, ૨૦૨૧ના રોજ સવારે લગભગ ૪:૩૦ વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષ યાદવે તેની પત્ની સુનીતા પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ તે તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની સેશન્સ કોર્ટે શનિવારે ૪૬ વર્ષીય સંતોષ યાદવને તેની પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. ભાયખલાના રહેવાસી યાદવ પર મે ૨૦૨૧માં તેમના આઠ વર્ષના દીકરાની સામે પત્ની સુનીતાની હત્યા કરવાનો આરોપ હતો. સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.
ફૂટપાથ પર સૂતી વખતે વિવાદ થયો હતો
ADVERTISEMENT
આ ઘટના ૧૯ મે, ૨૦૨૧ના રોજ સવારે લગભગ ૪:૩૦ વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષ યાદવે તેની પત્ની સુનીતા પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ તે તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સુનીતા બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેના પુત્ર દીપકે પોલીસને જણાવ્યું કે, માતા-પિતા વચ્ચે થયેલા વિવાદ બાદ તેના પિતાએ ગુસ્સામાં આવીને તેની માતા પર હુમલો કર્યો હતો. પોલીસે સુનીતાને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.
બન્ને દીકરાઓએ પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું
સુનાવણી દરમિયાન, સરકારી વકીલ ગીતા શર્માએ દંપતીના બે પુત્રો - દીપક (નાનો) અને નરેશ (મોટો) - ની જુબાની રજૂ કરી. નરેશે કહ્યું હતું કે તેના માતા-પિતા બન્ને દારૂના વ્યસની હતા અને તેના પિતા અવારનવાર સુનીતા સાથે ઝઘડો કરતા હતા. દીપકે તેની જુબાનીમાં જણાવ્યું કે, આખો પરિવાર ફૂટપાથ પર સૂતો હતો ત્યારે સંતોષ યાદવ અને સુનીતા વચ્ચે બોલાચાલી થઈ. ગુસ્સામાં આવીને યાદવે સુનીતાના માથા પર પથ્થર વડે પ્રહાર કર્યો.
કોર્ટે બચાવ પક્ષની દલીલો ફગાવી દીધી
બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે સુનીતાનું મૃત્યુ એક અકસ્માત હતો અને તે માત્ર જમીન પર પડી ગઈ હતી. બચાવ પક્ષના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે દીપક અને નરેશને તેમના પિતા વિરુદ્ધ જુબાની આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે બચાવ પક્ષની દલીલો સ્વીકારી ન હતી. કોર્ટે બન્ને પુત્રોની જુબાનીને વિશ્વસનીય માની છે. વધુમાં, અન્ય ૧૦ સાક્ષીઓના નિવેદનો પણ સંતોષ યાદવને દોષિત ઠેરવવા માટે પૂરતા ગણવામાં આવ્યા હતા. અદાલતે સંતોષ યાદવને તેની પત્નીની હત્યા કરવા બદલ દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા સંભળાવી.
