KEM હૉસ્પિટલમાં સૌથી વધુ 29 ગોવિંદા ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. આમાંથી 14 સારવાર હેઠળ છે અને 15 ને રજા આપવામાં આવી છે. સત્તર ગોવિંદા ઘાયલ થયા હતા અને તેમને નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; બધા 17 ને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
મુંબઈમાં દહીં હાંડીની ધૂમ (તસવીર: સમીર આબેદી)
દહીંહાંડીના અવસરે મુંબઈ, થાણે, પુણે અને અન્ય શહેરોમાં તહેવારની જોરદાર ઉજવણી થઈ રહી છે. જોકે મુંબઈના મલાડમાં દહીં હાંડીની ઉજવણી વખતે એક 7 વર્ષના છોકરાનું મોત થયું હોવાના અહેવાલ છે. આ ઘટના 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. અહેવાલો અનુસાર, દહીં હાંડી ફોડતી વખતે નજીકનો એક થાંભલો તૂટી પડ્યો અને તેના નીચે ફસાઈ જવાથી છોકરાને માથામાં ગંભીર ઈજા થઈ અને તેનું મૃત્યુ થયું. દહીં હાંડી ઉત્સવ દરમિયાન મુંબઈમાં મોટી સંખ્યામાં `ગોવિંદા` ઘાયલ થયા હતા. સાંજે 6 વાગ્યા સુધી મુંબઈની સરકારી અને બીએમસી હૉસ્પિટલોના ડેટા દર્શાવે છે કે કુલ 118 ઘાયલ થયા છે. આમાંથી, 80 હાલમાં સારવાર હેઠળ છે, જ્યારે 33 ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. પાંચ ગોવિંદોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
KEM અને અન્ય હૉસ્પિટલોમાં ઘાયલ ગોવિંદાઓ દાખલ
ADVERTISEMENT
KEM હૉસ્પિટલમાં સૌથી વધુ 29 ગોવિંદા ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. આમાંથી 14 સારવાર હેઠળ છે અને 15 ને રજા આપવામાં આવી છે. સત્તર ગોવિંદા ઘાયલ થયા હતા અને તેમને નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; બધા 17 ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સાયન હૉસ્પિટલમાં સારવાર હેઠળના બધા સાત ગોવિંદાઓને પણ રજા આપવામાં આવી છે. રાજાવાડી હૉસ્પિટલમાં 13 ગોવિંદા ઘાયલ થયા હતા; ચાર દાખલ છે અને સારવાર હેઠળ છે, જ્યારે પાંચને રજા આપવામાં આવી છે. 8 ઘાયલ ગોવિંદાઓની હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને 11 પોદ્દાર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. હૉસ્પિટલના આંકડા દર્શાવે છે કે સેન્ટ્રલ (CT) હૉસ્પિટલોમાં 83 ગોવિંદા, પૂર્વીય ઉપનગર (ES) હૉસ્પિટલોમાં 21 અને પશ્ચિમ ઉપનગર (WS) હૉસ્પિટલોમાં 14 ગોવિંદા ઘાયલ થયા છે. રાત વધતાં ઘાયલોની સંખ્યા વધવાની ધારણા છે.
પિંપરી-ચિંચવડમાં મહિલાનું મોત
પુણેના પિંપરી-ચિંચવડમાં દહીં હાંડી ઉજવણી દરમિયાન પણ એક અકસ્માત થયો હતો. 45 વર્ષીય સલમા પઠાણનું અવસાન થયું છે. અહેવાલો અનુસાર, રાત્રે દહીં હાંડીની સજાવટ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લોખંડનો ટુકડો તેના માથા પર પડ્યો. સલમા પઠાણને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે અને દહીં હાંડીની ઉજવણી દરમિયાન સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી રહી છે. આજના દહીહંડી ઉત્સવ માટે ગોવિંદા પથકોને આકર્ષવા થાણેના વિવિધ આયોજકો દ્વારા લાખો રૂપિયાનાં ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. નવથી 10 થરના માનવ-પિરામિડ રચવા માટે ઉત્સાહની સાથે-સાથે આ વખતે આયોજકો અને પોલીસે ગોવિંદાઓની સુરક્ષા અને ટ્રાફિકવ્યવસ્થા પર વિશેષ ભાર મૂક્યો છે.
