Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Operation Sindoor: ફડણવીસ, શિંદે અને પવાર સહિત રાજ ઠાકરે અને રાઉતની પ્રતિક્રિયા

Operation Sindoor: ફડણવીસ, શિંદે અને પવાર સહિત રાજ ઠાકરે અને રાઉતની પ્રતિક્રિયા

Published : 07 May, 2025 02:41 PM | Modified : 08 May, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Operation Sindoor: એકનાથ શિંદેએ કહ્યું કે પહલગામમાં મહિલાઓ અને બાળકોની સામે તેમના પતિ અને પિતા પર ગોળીઓ ચલાવવામાં આવી. આ કૃત્ય માનવતા પર કલંક છે. ભારતે હવે ઇંટનો જવાબ પત્થરથી આપ્યો છે.

ઑપરેશન સિંદૂર

ઑપરેશન સિંદૂર


પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ અતંકવાદી હુમલા બાદ ભારતના 140 કરોડ આક્રોશિત દેશવાસી ફક્ત તે દિવસની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. 6-7 મે વચ્ચેની રાતે ભારતીય સેનાએ 26 નિર્દોષ લોકોના મોતનું વેર વાળ્યું અને ઍર સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનની 9 આતંકવાદી છાવણીઓને ધ્વસ્ત કરી દીધી. આ છાવણીઓ પાકિસ્તાન અને પીઓકેમાં હતી, જેને ભારતીય સેનાએ ટારગેટ કરી.


સેનાએ આ ઑપરેશનનું નામ રાખ્યું, `ઑપરેશન સિંદૂર`. આ એ 26 મહિલાઓનો બદલો હતો, જેણે પહલગામમાં પોતાના સુહાગને ગુમાવ્યા. ભારતીય સેનાના ઑપરેશનના નામે લોકોની આંખોમાં આંસૂ લાવી દીધા. હવે તેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની સેનાના સ્પીકર સંજય રાઉતની પણ પ્રતિક્રિયા આવી છે.



મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લખ્યું- ભારત માતા કી જય
આખા દેશમાં લોકો ભારતીય સેનાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. બધા દેશભક્તિમાં લીન `ભારત માતા કી જય`ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ ક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે પણ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "જય હિંદ, ભારત માતા કી જય!"



અજિત પવારે પણ લખ્યું જય હિંદ
તો, ઑપરેશન સિંદૂરની તસવીર શૅર કરતાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પણ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું `જય હિંદ`. આ સિવાય, અજિત પવારે પણ જય હિંદ લખીને દેશની સેનાનું મનોબળ વધાર્યું.

`પાકિસ્તાને માનવતા પર લગાડ્યો કલંક`- એકનાથ શિંદે
એકનાથ શિંદેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, "ઑપરેશન સિંદૂરના માધ્યમે જે કાર્યવાહી શરૂ થઈ, તેને માટે હું અભિનંદન આપું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક આભાર માનું છું. કારણકે કાશ્મીરના પહલગામમાં પર્યટન માટે ગયેલા નિર્દોષ મહિલાઓ અને બાળકો સામે તેમના પરિવારના પ્રમુખ, તેમના પતિ, પિતા અને ભાઈ પર નિર્દયતાથી ગોળીઓ મારી દેવામાં આવી હતી. આ માનવતા પર કલંક છે."

`લોહીનો બદલો લોહીથી` - એકનાથ શિંદે
આથી, ભારતે કરોડો લોકોની પાકિસ્તાન અને આતંકવાદને પત્થરોથી યોગ્ય જવાબ આપવાની ઇચ્છા પૂરી કરી. દેશવાસીઓને ન્યાય મળ્યો છે. બધા દેશવાસીઓના હૃદય ગર્વથી ભરાઈ ગયા છે. અમે પાકિસ્તાનને છોડીશું નહીં. લોહીનો બદલો લોહીથી લેવામાં આવશે.

રાજ ઠાકરેએ કહ્યું, "પહલગામમાં થયેલા હુમલા પછી મેં પહેલી પોસ્ટ કરી હતી. તેમને (પાકિસ્તાનને) પાઠ ભણાવવો જરૂરી હતો. જોકે, યુદ્ધ એ હુમલાનો પર્યાય નથી. પાકિસ્તાન પહેલેથી જ એક બરબાદ દેશ છે. આપણે અત્યાર સુધી હુમલો કરનારાઓને શોધી શક્યા નથી. તેમને શોધવા એ પહેલી જવાબદારી છે."

ઑપરેશન સિંદૂર પર રાજ ઠાકરેએ શું કહ્યું?
જ્યારે મનસેના વડા રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન પર હવાઈ હુમલા વિશે તેમનો શું વિચાર છે? જવાબમાં રાજ ઠાકરેએ કહ્યું, "જ્યારે હુમલો થયો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં હતા. ત્યાંથી તેઓ બિહાર ગયા. મોક ડ્રીલને બદલે કૉમ્બિંગ ઑપરેશન કરો. આપણા દેશના પ્રશ્નો ખતમ નથી થઈ રહ્યા. યુદ્ધ ક્યાં કરવા જઈ રહ્યા છીએ?"

પહલગામ આતંકવાદી હુમલામાં 26 મહિલાઓનો સિંદૂર છીનવી લેનારા આતંકવાદીઓ સામે ભારતે બદલો લીધો છે. `ઑપરેશન સિંદૂર` હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા અને આતંકવાદીઓની તાલીમ છાવણીઓનો નાશ કર્યો. હવે ઉદ્ધવ ઠાકરેના શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર `ઑપરેશન સિંદૂર`ની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, `જય હિંદ`. પહલગામ આતંકવાદી હુમલામાં ન્યાય મળ્યો છે. ભારત માતા અમર રહે.

પહલગામ આતંકવાદી હુમલા પછી, ઉદ્ધવ ઠાકરેના નેતાઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને પ્રશ્ન કરી રહ્યા હતા કે પાકિસ્તાનને ક્યારે યોગ્ય જવાબ આપવામાં આવશે. પહલગામ આતંકવાદી હુમલા પછી દિવસો વીતી રહ્યા હતા, જેના પર સંજય રાઉતે કહ્યું કે બે અઠવાડિયા વીતી ગયા છે પરંતુ અમે હજુ પણ પાકિસ્તાન સામે બદલો લેવાની રાહ જોઈ રહ્યા છીએ.

શિવસેના યુબીટી સાંસદે કહ્યું કે જે દિવસે પાકિસ્તાન પર હુમલો થશે, તે દિવસે તેઓ સરકારના સમર્થનમાં ઉભા રહેશે, પરંતુ ત્યાં સુધી જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તેની ટીકા થવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK