Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનની પરિસ્થિતિથી અમેરિકા ટેન્શનમાં, તાત્કાલિક લાહોર છોડવાનું કે છુપાવવાનું કહ્યું નાગરિકોને

પાકિસ્તાનની પરિસ્થિતિથી અમેરિકા ટેન્શનમાં, તાત્કાલિક લાહોર છોડવાનું કે છુપાવવાનું કહ્યું નાગરિકોને

Published : 08 May, 2025 05:32 PM | Modified : 09 May, 2025 06:59 AM | IST | Lahore
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે તેથી અમેરિકા ટેન્શનમાં અવાી ગયું છે અને તેના નાગરિકોને લાહોર છોડવાની સૂચના આપી છે

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)


ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control - LOC) પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને દેશના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેના (Indian Armed Force)એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમિયાન, અમેરિકા (United States Of America)એ પાકિસ્તાનમાં (India-Pakistan Tension) હાજર તેના નાગરિકોને એક મોટી સૂચના આપી છે. અમેરિકાએ લાહોર સહિત સમગ્ર પાકિસ્તાનમાં હાજર તેના નાગરિકોને તાત્કાલિક પાછા ફરવા સૂચના (US issues urgent advisory for citizens and consulate staff in Lahore) આપી છે.


અમેરિકન દૂતાવાસ (US Embassy)એ પાકિસ્તાનમાં પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લાહોર (Lahore)  અને તેની આસપાસ ડ્રોન હુમલાના અહેવાલો મળ્યા છે. અહીં હાજર તમામ અમેરિકન નાગરિકોએ આશ્રયસ્થાનોમાં જવું જોઈએ. જો તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો સંબંધિત અધિકારી સાથે વાત કરો અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જાઓ (Leave or shelter in place). જો તેઓ એરપોર્ટ પહોંચી શકતા નથી, તો તેમણે આશ્રયસ્થાનોમાં જવું જોઈએ.



કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે, અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી રહ્યા છે.


અમેરિકન દૂતાવાસે જાહેર કરેલી એડવાઇઝરીમાં કહ્યું છે કે, જે યુ.એસ. નાગરિકો પોતાને મુસીબતમાં અનુભવે કે જ્યાં હુમલો થઈ રહ્યો છે તે વિસ્તારમાં સંઘર્ષ કરતા હોય તો જો તેઓ નીકળી શકતાં હોય તો તેમણે ત્યાંથી નીકળી જવું જોઈએ. જો ત્યાંથી નીકળવું સલામત ન હોય, તો તેમણે ત્યાં આશ્રય લેવો જોઈએ. પાકિસ્તાનમાં યુ.એસ. દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ મેસેજિંગ સિસ્ટમ દ્વારા જરૂર મુજબ અપડેટ્સ મોકલશે.

નોંધનીય છે કે, ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાન આક્રમક બન્યું છે. તેણે ડ્રોનથી ભારતના ૧૫ શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી (Indian air defense system)એ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. અવંતિપુરા (Avantipura), શ્રીનગર (Srinagar), જમ્મુ (Jammu), પઠાણકોટ (Pathankot), અમૃતસર (Amritsar), કપૂરથલા (Kapurthala), જલંધર (Jalandhar), લુધિયાણા (Ludhiana), આદમપુર (Adampur), ભટિંડા (Bhatinda), ચંદીગઢ (Chandigarh), નાલ (Nal), ફલોદી (Phalodi), ઉત્તરલાઈ (Uttarlai) અને ભૂજ (Bhuj) સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના હુમલાના પ્રયાસ બાદ, ભારતીય સેનાએ પાકિસ્તાનની રડાર સિસ્ટમનો નાશ કરી દીધો છે. હવે પાકિસ્તાન ખરાબ રીતે પાછળ પડી ગયું છે. અહેવાલો અનુસાર, ભારતે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ ડ્રોનથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2025 06:59 AM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK