Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં SIR માટે ૮૧.૫૪ ટકા ફૉર્મનું વિતરણ, ૪૫.૦૫ ટકાનું ડિજિટાઇઝેશન પૂરું થઈ ગયું

મહારાષ્ટ્રમાં SIR માટે ૮૧.૫૪ ટકા ફૉર્મનું વિતરણ, ૪૫.૦૫ ટકાનું ડિજિટાઇઝેશન પૂરું થઈ ગયું

Published : 21 July, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રમાં મતદારયાદી માટેના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને હવે સુપરફાસ્ટ મોડમાં ચલાવાઈ રહ્યું છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં મતદારયાદી માટેના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને હવે સુપરફાસ્ટ મોડમાં ચલાવાઈ રહ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી-અધિકારીના કાર્યાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧.૫૪ ટકા ફૉર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે એમાંથી ૪૫.૦૫ ટકા ફૉર્મ ડિજિટાઇઝ પણ કરી લેવામાં આવ્યાં છે. 
રિપોર્ટ મુજબ ૩૦ જૂને મહારાષ્ટ્રમાં કુલ ૯,૭૮,૫૪,૦૪૯ નોંધાયેલા મતદારો હતા. આ વિશાળ જનસંખ્યામાંથી સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૭,૯૭,૯૨,૬૨૮ ગણતરી ફૉર્મનું વિતરણ પૂરું કરી લેવાયું છે, જેમાંથી ૪,૪૦,૮૬,૩૨૮ ફૉર્મનો ડેટા ઑનલાઇન સિસ્ટમ પર ડિજિટાઇઝ્ડ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યને પૂરું કરવા માટે જિલ્લા ચૂંટણી-અધિકારીઓની મંજૂરીથી તમામ મતવિસ્તારના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર્સ દ્વારા ૧,૦૦,૨૫૩ બૂથ લેવલ ઑફિસર્સ (BLO)ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ઘર-ઘર જઈને આ ચકાસણી કરી રહ્યા છે.

ક્યાં કેટલું વિતરણ?
પુણે જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૫૬.૫૨ લાખ (૬૨.૨૫ ટકા) ફૉર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને ૨૫.૦૨ લાખ (૨૭.૫૬ ટકા) ફૉર્મનું ડિજિટાઇઝેશન પૂરું થયું છે.
થાણે જિલ્લામાં ૩૯.૬૦ લાખ (૫૩.૧૫ ટકા) ફૉર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૩.૮૨ ટકા ફૉર્મ ડિજિટાઇઝ થયાં છે. મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં ૪૨.૧૧ લાખ (૫૩.૭૮ ટકા) ફૉર્મનું વિતરણ થયું છે અને ૧૩.૦૬ ટકા કામગીરી ડિજિટલ થઈ ચૂકી છે. મુંબઈ શહેરમાં ૧૪.૯૨ લાખ ફૉર્મ (૫૮.૩૯ ટકા)નું વિતરણ પૂરું કરીને ૨૨.૦૩ ટકા ફૉર્મ ઑનલાઇન સિસ્ટમ પર અપલોડ કરી દેવાયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK