Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આદમખોર બહાર, શેરની અંદર

આદમખોર બહાર, શેરની અંદર

Published : 11 July, 2026 10:27 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદમખોર વાઘણને ઘેનનું ઇન્જેક્શન મારનાર પહેલી મહિલા ડૉક્ટર બની પ્રિયલ ચોરગડે

વાઘના પાંજરામાં બેસીને વાઘણને ઘેનનું ઇજેક્શન આપનાર ડૉક્ટર પ્રિયલ ચોરગડે અને બેભાન થઈ ગયેલી વાઘણ.

વાઘના પાંજરામાં બેસીને વાઘણને ઘેનનું ઇજેક્શન આપનાર ડૉક્ટર પ્રિયલ ચોરગડે અને બેભાન થઈ ગયેલી વાઘણ.


નાગપુરના ઉમરેડમાં લાંબા વખતથી હાહાકાર મચાવનાર આદમખોર વાઘણને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહિલા ડૉક્ટર પ્રિયલ ચોરગડેએ વાઘના પાંજરામાં બેસીને જંગલમાં વિહાર કરી રહેલી વાઘણ પર માત્ર ૧૫ મિનિટમાં ચોક્કસ નિશાન સાધીને અને ડાર્ટ મારીને બેહોશ કરી દીધી હતી. વાઘ-વાઘણને ડાર્ટ મારીને બેભાન કરનાર તે પહેલી મહિલા બની છે. આ વાઘણે ઉમરેડમાં કાળો કેર વર્તાવ્યો હતો. વાઘણે ૨૭ ઘેટાં-બકરાં, કેટલાંક દુધાળાં ઢોર અને ૬ ગોવાળિયાઓને મારી નાખ્યાં હતાં. બે ખેડૂતો પર પણ એણે હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વાઘણના આતંકને કારણે આખા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એને વહેલી તકે ઝડપી લેવા ગામવાસીઓએ આંદોલન પણ કર્યું હતું. વાઘણને બેહોશ કર્યા પછી પાંજરામાં નાખીને નાગપુરના ટ્રાન્ઝિટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં લઈ જવાઈ હતી.  


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 10:27 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK