પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હત્યાકાંડમાં ડોમ્બિવલીના ત્રણ મિત્રો અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલેએ જીવ ગુમાવ્યા હતા
ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે
પહલગામમાં આતંકવાદીઓએ કરેલા હત્યાકાંડમાં ડોમ્બિવલીના ત્રણ મિત્રો અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલેએ જીવ ગુમાવ્યા હતા. એ ત્રણેના એકસાથે ડોમ્બિવલીના ભાગશાળા મેદાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના ડોમ્બિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણે એવી માગણી કરી છે કે ભાગશાળા મેદાનમાં તેમની યાદમાં એક મેમોરિયલ બનાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે ‘અતુલ મોને, હેમંત જોશી અને સંજય લેલે નિર્દોષ નાગરિકો હતા જેઓ આતંકવાદીઓનો શિકાર બન્યા હતા. ડોમ્બિવલીના નાગરિકોમાં તેમની યાદ જળવાઈ રહે એ માટે શ્રદ્ધાંજલિ આપતાં તેમને જ્યાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા એ ભાગશાળા મેદાનમાં જ એક મેમોરિયલ બનાવવામાં આવે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિશનર અભિનવ ગોયલ આ બાબતે પગલાં લે.’

