Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દ્રોણાચાર્ય અવૉર્ડવિજેતા મલખમ કોચે કર્યો ટીનેજર પર જાતીય હુમલો

દ્રોણાચાર્ય અવૉર્ડવિજેતા મલખમ કોચે કર્યો ટીનેજર પર જાતીય હુમલો

Published : 25 August, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેઇની ટીનેજરને મેસેજ કરીને એકલી જિમમાં બોલાવીને અડપલાં કર્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જિમ્નેશ્યમમાં ૧૬ વર્ષની ટીનેજર પર જાતીય હુમલો કરવા બદલ દ્રોણાચાર્ય અવૉર્ડવિજેતા મલખમ કોચ ગણેશ દેવરુખકરની શનિવારે પોલીસે ધરપકડ કરી હતી. ટીનેજરની ફરિયાદના આધારે પોલીસે ૪૮ વર્ષના કોચ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધ્યો છે.

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ભણવાનું ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી પ્રૅક્ટિસમાં ન જઈ રહેલી ટીનેજરને કોચે મેસેજમાં ‘Hi’ લખીને મોકલ્યું હતું. ટીનેજરે તેની મમ્મીને આ વાત જણાવી અને કોચને મેસેજ કરવાનું કારણ પૂછતાં તેણે જવાબ આપ્યો હતો કે ‘તું ક્યાં છે? જો ફ્રી હોય તો જિમમાં આવ.’ સવારે ૧૧ વાગ્યે ટીનેજરમાં જિમ પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું અને તે એકલી જ હતી.



કોચે ટીનેજરને તેનાં શૂઝ અંદર મૂકવા માટે કહ્યું હતું. તે અંદર ગઈ ત્યારે કોચે દરવાજો બંધ કરી દીધો હતો, તેની સાથે બળજબરીથી ભેટીને કિસ કરી હતી અને ત્યાર બાદ જાતીય હુમલો કર્યો હતો. આ ઘટના વિશે કોઈને ન જણાવવા પણ તેણે ટીનેજરને ધમકાવી હતી.


આ ઘટના પછી ડરી ગયેલી અને માનસિક રીતે ભાંગી પડેલી ટીનેજર પોતાની કૉલેજ પહોંચી હતી. તેને રડતી જોઈને તેની ફ્રેન્ડ્સે પૂછપરછ કરી હતી અને આખો બનાવ ટીચરને કહેવા જણાવ્યું હતું. ત્યાર બાદ ટીચર અને પરિવારજનોની મદદથી કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK