Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નોટબંધી વખતે અશોક ખરાત સાથે સંકળાયેલાં ખાતાંઓમાં ૧.૮૬ કરોડ રૂપિયા જમા થયા હતા

નોટબંધી વખતે અશોક ખરાત સાથે સંકળાયેલાં ખાતાંઓમાં ૧.૮૬ કરોડ રૂપિયા જમા થયા હતા

Published : 18 April, 2026 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિવિધ અકાઉન્ટમાંથી ૬૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન શોધી કાઢવામાં આવ્યાં હતાં

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અશોક ખરાત સામે મની-લૉન્ડરિંગની તપાસ સંદર્ભે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નોટબંધીના સમયગાળા સાથે સંકળાયેલાં શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન શોધી કાઢ્યાં છે.

એજન્સીએ નાશિકના સિન્નરમાં એક સહકારી ક્રેડિટ સોસાયટીમાં ખરાત સાથે સંકળાયેલાં બત્રીસથી વધુ બૅન્ક-ખાતાંઓ સાથે સંકળાયેલી મની-ટ્રેઇલની ઓળખ કરી લીધી હતી. ૨૦૧૬માં નોટબંધી દરમ્યાન જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારે આ ખાતાંઓમાં લગભગ ૧.૮૬ કરોડ રૂપિયા રોકડા જમા કરાવવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ખાતાંઓમાં ઉપલબ્ધ રકમને પછીથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં કન્વર્ટ કરવામાં આવી હતી. વિવિધ અકાઉન્ટમાંથી ૬૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન શોધી કાઢવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK