બિહારના રોહતાસ જિલ્લાના એક ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ જબરજસ્ત ગંભીર સ્વરૂપ લઈ લીધું. પચીસ વર્ષના એક યુવકે ઝઘડા પછી એક ધારદાર હથિયાર ઉઠાવી લીધું હતું. એ જોઈને આસપાસના લોકોને લાગ્યું કે યુવક પત્નીને મારી બેસશે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ
બિહારના રોહતાસ જિલ્લાના એક ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ જબરજસ્ત ગંભીર સ્વરૂપ લઈ લીધું. પચીસ વર્ષના એક યુવકે ઝઘડા પછી એક ધારદાર હથિયાર ઉઠાવી લીધું હતું. એ જોઈને આસપાસના લોકોને લાગ્યું કે યુવક પત્નીને મારી બેસશે. જોકે એવું ન થયું. તેણે હથિયારથી પોતાનું જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું અને નજીકના મંદિરમાં જઈને ફેંકી દીધું. એ પછી એ જ હથિયારથી તેણે પોતાની ગરદન પર વાર કરવાની પણ કોશિશ કરી. જોકે આસપાસના લોકોએ તેને રોકી લીધો. તરત પોલીસને જાણ કરીને યુવકને સારવાર માટે મોકલી અપાયો હતો. સ્થાનિક હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી તેને વધુ સારવાર માટે વારાણસી મોકલી અપાયો હતો.
