Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ છોકરો હજી નથી મળ્યો

આ છોકરો હજી નથી મળ્યો

Published : 20 December, 2024 08:48 AM | Modified : 20 December, 2024 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારની રાતે જે બે વ્યક્તિ મિસિંગ હતી તેમને શોધવા નેવીની ૯ બોટ અને એક હેલિકૉપ્ટર કામે લાગ્યાં, પણ મલાડના હંસારામ ભાટીનો મૃતદેહ ઊંધી વળી ગયેલી બોટમાંથી જ મળી આવ્યો. જોકે...

જોહાન

જોહાન


ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જવા નીકળેલી નીલકમલ નામની ફેરીને નેવીની સ્પીડબોટે બુધવારે બપોરે મારેલી ટક્કરને કારણે થયેલા અકસ્માતમાં હવે ૧૪ જણનાં મોત નોંધાયાં છે, જ્યારે ૭ વર્ષનો જોહાન હજી સુધી મિસિંગ છે. ગઈ કાલે સવારથી જોહાન અને ૪૩ વર્ષના હંસારામ ભાટીને શોધવાના ફરી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. નેવીની ૯ બોટ અને એક હેલિકૉપ્ટર દ્વારા તેમની શોધ ચલાવવામાં આવી હતી. જોકે હંસારામ ભાટીનો મૃતદેહ ઊંધી વળી ગયેલી ફેરીમાંથી જ મળી આવ્યો હતો.


ગોવાના મ્હાપ્સામાં રહેતા અશરફ પઠાણ તેમના પરિવાર સાથે મુંબઈ ફરવા આવ્યા હતા. તેમની સાથે તેમની ૩૪ વર્ષની પત્ની સફીના, ૭ વર્ષનો પુત્ર જોહાન, ૧૦ મહિનાનું બીજું બાળક અને સાળી સોનાલી હતાં. બુધવારના અકસ્માતમાં સફીનાનું મૃત્યુ થયું હતું અને જોહાન હજી પણ મિસિંગ છે. પઠાણ પરિવાર પર હાલ દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.



ડિફેન્સના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘નેવીની જે સ્પીડબોટે નીલકમલ ફેરીને ટક્કર મારી હતી એમાં કુલ ૬ જણ હતા જેમાંથી ૪નાં મોત થયાં છે. નેવીની એ બોટ પર નેવીના કર્મચારી અને બોટની મૅન્યુફૅક્ચરિંગ કંપનીના કર્મચારીઓ હતા. અત્યારે નેવીનો એક કર્મચારી અને બોટની કંપનીનો માણસ ક્રિટિકલ છે. અકસ્માત થયો ત્યારે દરિયામાં હેવી કરન્ટ હતો જેને લીધે જે લોકો તણાઈ ગયા હતા તેઓ બહુ ઓછા સમયમાં દૂર પહોંચી ગયા હતા.’ 


કોલાબા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો

૧૪ જણનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં કોલાબા પોલીસે નેવીની બોટના ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક બોટ ચલાવીને લોકોનાં મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. કોલાબા પોલીસ-સ્ટેશનનાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સ્વાતિ પેટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે નેવીની બોટના ડ્રાઇવર સામે ગુનો નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી છે. આ ઘટના વિશે નવી જાણકારી મેળવવાના પ્રયાસ ચાલુ છે. અત્યારે બચી ગયેલા તમામ લોકો આઘાતમાં હોવાથી અમે તેમનાં સ્ટેટમેન્ટ નથી નોંધ્યાં.’ 


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK