Mumbai Weather: ભારતીય હવામાન ખાતાએ આજે મુંબઈ સહિત અન્ય કેટલાક સ્થળોએ પણ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.
ઠંડીથી બચવા તાપણું સળગાવીને બેઠેલા મુંબઈકર (તસવીર- અતુલ કાંબળે)
મુંબઈનાં વાતાવરણ (Mumbai Weather)ની વાત કરવામાં આવે તો આજે દિવસભર વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે. આમ આજે શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરાશે. ભારતીય હવામાન ખાતાએ આજે મુંબઈ સહિત અન્ય કેટલાક સ્થળોએ પણ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.
આજે વાતાવરણ 21.99 °C જેટલું નોંધાયું હતું. અનેક ઠેકાણે લોકો તાપણા કરતા પણ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
આજે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે
આજનું હવામાન (Mumbai Weather) કહે છે કે આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોય શકે છે. એ પ્રમાણે મુંબઈગરાઓએ આખા દિવસનું પ્લાન કરવું એવી સલાહ પણ આપવામાં આવી છે.
હવાની ગુણવત્તા નબળી- AQI સ્તર 304.0
મુંબઈમાં હવાની ગુણવત્તા વિષે વાત કરવામાં આવે તો આજે શહેરમાં હવાની ગુણવત્તાની સ્થિતિ નબળી હોવાના અહેવાલ છે. આજે શહેરમાં AQI સ્તર 304.0 નોંધાયો છે, જે હવાની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું સૂચવે છે.
સાવચેતીનાં પગલાં લેવા જોઈએ
હવાની ગુણવત્તા (Mumbai Weather) નો આટલો નબળો સૂચકાંક આવતા જ IMDએ દરેક લોકોને સાવચેતી રાખવાની ભલામણ કરી છે. આ સાથે જ જેઓ અસ્થમા અથવા શ્વસન સંબંધી રોગોથી પીડાઈ રહ્યા છે. ખાસ તો તેવા લોકોને અને બાળકોએ ઘરની અંદર જ રહેવું જોઈએ એવી પણ સલાહ આપવામાં આવી છે. મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બાંધકામ સાઇટ્સ માટે ગયા વર્ષે જારી કરાયેલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સિવિક બોડીએ આ તમામ બાંધકામ સ્થળોની મુલાકાત લેવા માટે વોર્ડ સ્તરે ખાસ ટુકડીઓ પણ નીમી છે.
તમને જણાવી દઈએ કે જ્યારે AQI 0થી 100 સુધીનો નોંધાય છે ત્યારે તે હવાની ગુણવત્તા `સારી` હોવાનું સૂચવે છે. 100થી 200નો અંક `મધ્યમ` અને જ્યારે તે 200થી 300 પહોંચે છે ત્યારે હવાની ગુણવત્તા `નબળી` અને 300થી 400 વચ્ચે તો તે `ખૂબ નબળી` કહેવાય છે. 400થી 500 કે તેથી આવે તો તે હવાની ગુણવત્તા વધુ `ગંભીર` હોય એવું માનવામાં આવે છે.
આવતીકાલનું અનુમાન લગાવતા ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે, મુંબઈમાં લઘુત્તમ તાપમાન 22.19 °C અને મહત્તમ 24.3 °C રહી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું સ્તર લગભગ 60 ટકા રહે એવી શક્યતા વર્તાઇ રહી છે.
એક્સ પર મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં છવાયેલા ગાઢ ધુમ્મસનાં દૃશ્યો પણ શૅર કરવામાં આવી રહ્યા છે.
? Dense fog present over Mumbai & many areas of MMR ? | 7 AM
— Mumbai Rains (@rushikesh_agre_) December 20, 2024
AQI crosses 200+ in many areas. pic.twitter.com/vSL7TpTMS0
Mumbai Weather: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ માટે હવામાનમાં ખૂબ જ ફેરફાર નોંધાયો છે. IMD દ્વારા જે આગાહી કરવામાં આવે છે તેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન, ભેજનું સ્તર અને અપેક્ષિત આકાશની સ્થિતિ વગેરેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે.