ફાઇનલમાં સોની ફાઇટર્સને હરાવીને ચામુંડા સ્મૅશર્સ ટીમ ચૅમ્પિયન બની હતી
ચૅમ્પિયન ટીમ ચામુંડા સ્મૅશર્સ
શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળ દ્વારા ગયા રવિવારે બોરીવલી-વેસ્ટમાં આવેલા સ્પોર્ટ્સીફાય અરીનામાં યોજાયેલી બૅડ્્મિન્ટન ટુર્નામેન્ટમાં ચામુંડા સ્મૅશર્સ ટીમે કપ જીતી લીધો છે. ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમ સોની ફાઇટર્સ (કૅપ્ટન ધર્મેશ થડેશ્વર), ચામુંડા સ્મૅશર્સ (કૅપ્ટન જયસન થડેશ્વર), શટલ શૉકર્સ (કૅપ્ટન સારંગ થડેશ્વર) અને નેટ નિન્જાસ (કૅપ્ટન દિશા થડેશ્વર) એમ કુલ ચાર ટીમના ૬૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફાઇનલમાં સોની ફાઇટર્સને હરાવીને ચામુંડા સ્મૅશર્સ ટીમ ચૅમ્પિયન બની હતી.
આ સ્પર્ધાને સફળ બનાવવામાં ભરત ધકાણ, સુનીલ ઝવેરી, હિરેન થડેશ્વર, અભિષેક ઝવેરી, દેવાંગ સાગર, વિશાલ સોની, સિદ્ધાર્થ સોની અને હિરેન સલ્લાનું મહત્ત્વપૂર્વ યોગદાન રહ્યું હતું.