આગમાં ૬૦ જેટલાં ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં. એ સમયે એક કર્મચારી આગના ધુમાડાને કારણે અંદર ફસાયો હતો જેને ફાયર-બ્રિગેડના જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યો હતો.
ઘટનાસ્થળ
પુણેના તારાબાગ વિસ્તારમાં બુંડ ગાર્ડન રોડ પર આવેલા TVS ટૂ-વ્હીલરના એક શોરૂમ-કમ-સર્વિસ સેન્ટરમાં સોમવારે આગ લાગી હતી. આગમાં ૬૦ જેટલાં ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં. એ સમયે એક કર્મચારી આગના ધુમાડાને કારણે અંદર ફસાયો હતો જેને ફાયર-બ્રિગેડના જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યો હતો.
સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે ત્રણ માળના શોરૂમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનો આગની લપેટમાં આવવાને કારણે આગે તરત જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આખા શોરૂમમાં આગ પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટા દૂર સુધી ફેલાયા હતા. ફાયર-બ્રિગેડની મદદથી આગને ૩૦ મિનિટમાં કાબૂમાં લેવામાં આવી હતી. ધુમાડાને કારણે શોરૂમની અંદર ફસાયેલી એક વ્યક્તિને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી હતી. વેચાણ માટે મુકાયેલાં નવાં અને સર્વિસ માટે મૂકવામાં આવેલાં જૂનાં એમ આશરે ૬૦ જેટલાં ટૂ-વ્હીલરને ભારે નુકસાન થયું હતું એટલે આગ બુઝાયા બાદ કૂલિંગ ઑપરેશનમાં પણ વાર લાગી હતી.
ADVERTISEMENT
શોરૂમનું ઇલેક્ટ્રિક વાયરિંગ, મશીનરી, બૅટરી, સ્પેરપાર્ટ્સ, ફર્નિચર બધું જ આગમાં ખાખ થઈ ગયું હોવાનું ફાયર-બ્રિગેડના એક અધિકારી જણાવ્યું હતું. આગ લાગવાનું કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

