૨૯ ઑક્ટોબરે સંત શિરોમણિ પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
કલાકારો
ઘાટકોપર-વેસ્ટમાં રામાપીર મંદિરની સામે, બર્વેનગર, ભટ્ટવાડીમાં સંત શ્રી જલારામબાપા ચોક પાસે આવેલા અને શ્રી લોહાણા બંધુ મંડળ દ્વારા સંચાલિત શ્રી જલારામ મંદિરમાં બુધવારે ૨૯ ઑક્ટોબરે સંત શિરોમણિ પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સવારે ૬.૩૦ વાગ્યે શ્રી જલારામબાપાની આરતી-સ્તુતિ-ચાલીસા પાઠ થશે, ૭.૩૦ વાગ્યે બર્વેનગર-ભટ્ટવાડીના વિસ્તારમાં શોભાયાત્રા નીકળશે, ૧૧ વાગ્યે મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવશે અને ત્યાર બાદ ભક્તો દ્વારા સમૂહઆરતી થશે. ૧૧.૩૦ વાગ્યે ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસ આશીર્વચન આપશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે પ્રસાદીરૂપી ભોજન, ૩ વાગ્યે વિવિધ મહિલા મંડળો દ્વારા શ્રી જલારામ બાવનીનો પાઠ તેમ જ ભજનોની સુંદર રમઝટ બોલાવવામાં આવશે. ૪ વાગ્યે નીતિન ભાનુશાલી, હેમા ભાનુશાલી અને સાથી કલાકારો દ્વારા ભક્તિસંગીતનો કાર્યક્રમ યોજાશે. સાંજના ૫.૩૦ વાગ્યે સંધ્યાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાતે ૮ વાગ્યાથી નીરવ બારોટ, રુચિ ભાનુશાલી અને સાથી કલાકારો ભક્તિસંગીતનો કાર્યક્રમ રજૂ કરશે.


