આ કેસમાં પોલીસે ટ્યુશન-ટીચરનું સ્ટેટમેન્ટ નોંધીને એ સમયે શું થયું હતું એની તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટમાં રહેતી ૧૩ વર્ષની ટીનેજરનું દિવાળીનું હોમવર્ક અધૂરું રહી જવાથી ટ્યુશન-ટીચરે તેના હાથમાં સોટીઓ મારતાં ઘાટકોપર પોલીસે ટ્યુશન-ટીચર લક્ષ્મી ખડકા સામે બાળકો પ્રત્યે ક્રૂરતાની કલમ અનુસાર રવિવારે ફરિયાદ નોંધી હતી. ઘાટકોપરની પ્રાઇવેટ સ્કૂલના આઠમા ધોરણમાં ભણતી ટીનેજરને દિવાળીનું વેકેશન આપવામાં આવ્યું હતું જેમાં તેને હોમવર્ક પણ આપવામાં આવ્યું હતું. શનિવારે ફરી ક્લાસિસ શરૂ થયા બાદ ટીનેજર ક્લાસિસમાં ગઈ ત્યારે હોમર્વક અધૂરું જોઈને રોષે ભરાયેલી લક્ષ્મીએ તેના બન્ને હાથમાં સોટીઓ મારી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ટ્યુશન-ટીચરનું સ્ટેટમેન્ટ નોંધીને એ સમયે શું થયું હતું એની તપાસ શરૂ કરી છે.


