Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરની શિવકથામાં ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે નિર્મિત ૧૫ ફુટ ઊંચું શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ઘાટકોપરની શિવકથામાં ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે નિર્મિત ૧૫ ફુટ ઊંચું શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર

Published : 23 March, 2026 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શિવલિંગ પર ૫૧ જળાભિષેક કરવામાં આવે છે જેનો ભાવિકો ૨૪ માર્ચ સુધી લાભ લઈ શકે છે

ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં નિર્માણ કરવામાં આવેલું ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે ૧૫ ફુટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ ‌શિવલિંગ.

ઘાટકોપરના આચાર્ય અત્રે મેદાનમાં નિર્માણ કરવામાં આવેલું ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે ૧૫ ફુટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ ‌શિવલિંગ.


ઘાટકોપર-ઈસ્ટના આચાર્ય અત્રે મેદાનમાં સમસ્ત સત્સંગી સેવા સમાજ ફાઉન્ડેશન દ્વારા ૧૮ માર્ચથી પ્રથમ વાર આયોજિત શિવકથામાં ૧૧ લાખ રુદ્રાક્ષ સાથે નિર્માણ થયેલું ૧૫ ફુટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ ‌શિવલિંગ હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ‌શિવલિંગ સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ પણ ઊભી કરવામાં આવી છે.

આ બાબતની માહિતી આપતાં ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર દીપક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ભવ્ય શિવલિંગને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે જે દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. આ શિવલિંગ પર ૫૧ જળાભિષેક કરવામાં આવે છે જેનો ભાવિકો ૨૪ માર્ચ સુધી લાભ લઈ શકે છે.’



કથાનો સમય - કથાકાર રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂજ્ય બટુક વ્યાસ (ધરમપુરવાળા) દ્વારા રોજ સાંજના ૪ વાગ્યાથી ૬.૩૦ વાગ્યા સુધી શ્રી શિવકથા કરાવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK