આરોપી પાસે આટલા મોટા પ્રમાણમાં માલ ક્યાંથી આવ્યો એની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીના શિવાજીનગરની ઝૂંપડપટ્ટીના એક ઘરમાં મંગળવારે સાંજે શિવાજીનગર પોલીસે છાપો મારીને છ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે ૨૩ વર્ષના સલમાન શેખની ધરપકડ કરીને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. એમાં આરોપી પાસેથી માત્ર ડ્રગ્સ જ નહીં, ગાંજો અને નશો કરવા માટે સિરપની બૉટલો પણ મળી આવી હતી. આરોપી પાસે આટલા મોટા પ્રમાણમાં માલ ક્યાંથી આવ્યો એની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે.

