Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈમાં દારૂના નશામાં ધુત મહિલાનો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

વસઈમાં દારૂના નશામાં ધુત મહિલાનો હાઈ-વૉલ્ટેજ ડ્રામા

Published : 27 August, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંતાનોની સામે જ બારના કર્મચારીઓ અને પોલીસ સાથે કરી ઝપાઝપી

ગોલ્ડન રૉક બાર ઍન્ડ રેસ્ટોરાંની બહાર સોમવાર રાત્રે બનેલી ઘટના.

ગોલ્ડન રૉક બાર ઍન્ડ રેસ્ટોરાંની બહાર સોમવાર રાત્રે બનેલી ઘટના.


વસઈમાં દારૂના નશામાં ધુત એક મહિલાનો ભારે હાઈ-વૉલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. વસઈ-વેસ્ટમાં આવેલી ગોલ્ડન રૉક બાર ઍન્ડ રેસ્ટોરાંની બહાર સોમવાર રાત્રે એક મહિલાએ રસ્તા પર નશાની હાલતમાં ધમાલ મચાવી હતી અને બારના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આ મહિલા તેનાં બે બાળકો સાથે બારમાં ગઈ હતી. બારમાંથી બહાર નીકળ્યા પછી પણ તે અતિશય દારૂ પીધેલી હાલતમાં હતી. કર્મચારીઓએ તેને બહાર જવાનું કહેતાં તેણે ફરી બારની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મહિલાએ એક કર્મચારીનું ટી-શર્ટ મજબૂતીથી પકડી લીધું હતું અને ઝપાઝપીમાં તે રસ્તા પર પડી ગઈ હતી. આ સમયે તેનાં બાળકો પણ ત્યાં હાજર હતા. તેનો દીકરો ‘મમ્મી છોડી દે’ એવી રીતે કરગરીને વિનંતી કરતો હતો, પણ મહિલા મોટેથી બૂમો પાડી રહી હતી.

સ્થાનિક લોકોએ તરત 112 નંબર પર ફોન કરીને જાણ કરતાં માણિકપુર પોલીસ-સ્ટેશનનો કાફલો અને મહિલા પોલીસો સ્થળ પર પહોંચ્યાં હતાં. જોકે નશામાં ધુત મહિલાએ પોલીસ સાથે પણ ધક્કામુક્કી કરીને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલે માણિકપુર પોલીસે નૉન-કૉગ્નિઝેબલ (NC) નોંધ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK