વારંવાર ફોલો-અપ અને ઇમેઇલ્સ છતાં, તેઓ કહે છે કે હૉસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. "તે કડું અમારી માટે ફક્ત સોનું નથી, તે તેમનો અને અમારા પરિવારનો એક ભાગ છે," ગીતિકાએ લખ્યું અને લોકોને અધિકારીઓ સુધી પહોંચવામાં મદદ કરવા વિનંતી કરી.
સોશિયલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટ
મુંબઈની એક હૉસ્પિટલ બાબતે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચવાની સાથે તેમની વચ્ચે જોરદાર ચર્ચા પણ જગાવી છે. બે બહેનો ગીતિકા શેટ્ટી અને પરિણી શેટ્ટીએ એક ઊંડી ભાવનાત્મક અપીલમાં ઇન્સ્ટાગ્રામ પર આરોપ લગાવ્યો છે કે તેઓ MGM હૉસ્પિટલ, CBD બેલાપુર, તેમના સ્વર્ગસ્થ પિતાના મૃત્યુ પછી તેમનું સોનાનુંકડું પરત મેળવવામાં નિષ્ફળ ગઈ. 21 ઑક્ટોબરના રોજ શૅર કરેલી એક પોસ્ટમાં, બહેનોએ આ ઘટનાનું વર્ણન કરતા લખ્યું છે કે, “16 ઑક્ટોબર 2025 ના રોજ, મારા પિતા, રાજેન્દ્ર વિઠ્ઠલ શેટ્ટીને હાર્ટ ઍટેક બાદ MGM હૉસ્પિટલ, CBD બેલાપુરમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા કલાકો પછી, અમને કહેવામાં આવ્યું કે તેઓ હવે નથી રહ્યા.”
તેઓએ વધુમાં માહિતી આપતા કહ્યું કે તેમના પિતા હંમેશા સોનાનું કડું પહેરતા હતા, જે તેમની દાદીના મંગળસૂત્રમાંથી બનાવવામાં આવ્યો હતો, જે તેને એક અમૂલ્ય કૌટુંબિક વારસો બનાવે છે. "તે અમને વારસા તરીકે આપવામાં આવવાનું હતું," ગીતિકાએ શૅર કર્યું. જોકે, જ્યારે હૉસ્પિટલે તેમનો સામાન પાછો આપ્યો, ત્યારે સોનાનું કડું ગાયબ હતું. જ્યારે અમે તેમને તે પરત આપવા માટે કહ્યું, ત્યારે તેઓએ કહ્યું કે તે સ્ટીલનો હતો. પરંતુ CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે તે સોનું છે - તેઓએ સ્વીકાર્યું છે કે તે ખોવાઈ ગયું હતું,” બન્ને બહેનોએ દાવો કર્યો.
ADVERTISEMENT
અહીં જુઓ આ વાયરલ પોસ્ટ
View this post on Instagram
વારંવાર ફોલો-અપ અને ઇમેઇલ્સ છતાં, તેઓ કહે છે કે હૉસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. "તે કડું અમારી માટે ફક્ત સોનું નથી, તે તેમનો અને અમારા પરિવારનો એક ભાગ છે," ગીતિકાએ લખ્યું અને લોકોને અધિકારીઓ સુધી પહોંચવામાં મદદ કરવા વિનંતી કરી.
સોશિયલ મીડિયા પર મળ્યો સપોર્ટ
ટૂંક સમયમાં તેમની પોસ્ટને હજારો વ્યૂઝ અને કમેન્ટ્સ મળી, જેમાં નેટીઝન્સ તેમના ન્યાય માટે માગ કરી રહ્યા હતા. કમેન્ટ્સ સૅક્શનમાં માં ઘણા લોકોએ મુંબઈ અને નવી મુંબઈ પોલીસ, તેમજ MGM હૉસ્પિટલને ટૅગ કર્યા. એક યુઝરે હૉસ્પિટલની ટીકા કરતા કહ્યું, "mgmcbd ખરેખર શરમજનક છે કે તમે કોઈના મૃત્યુનો લાભ લઈ શકો છો! મને ખરેખર આશા છે કે mumbaipolice તમે આની તપાસ કરશો અને પગલાં લેશો!" "તમને અને તમારા પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે, અને તમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ મળે. mumbaipolice navimumbaipolice," બીજાએ ટિપ્પણી કરી. વધુ એકે ટિપ્પણીમાં લખ્યું હતું કે, "આ અસ્વીકાર્ય છે. કોઈ પ્રિયજન ગુમાવવું એ ખૂબ પીડાદાયક છે, જે વસ્તુ તેની માલિકીની હતી તેના માટે લડવું પડે છે, તેમની યાદો છીનવી લેવી એ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. હૉસ્પિટલને જવાબદાર ઠેરવવી જોઈએ. navimumbaipolice કૃપા કરીને આને ધ્યાનમાં લો."

