Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીનળ પટેલની અપીલને સેંકડો લોકોએ વાચા આપી, ધ્રુમિલને ન્યાય અપાવવા એક હજારથી વધુ લોકો પહોંચ્યા

મીનળ પટેલની અપીલને સેંકડો લોકોએ વાચા આપી, ધ્રુમિલને ન્યાય અપાવવા એક હજારથી વધુ લોકો પહોંચ્યા

Published : 02 March, 2026 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધ્રુમિલને ન્યાય મળે એ માટેની માગણીઓને સમર્થન આપતી જાહેર અરજીને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ દ્વારા ૩૫૦૦થી વધુ લોકોએ સહી કરીને ટેકો આપ્યો હતો.

સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા હતા

સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા હતા


એક સગીર કાર-ડ્રાઇવરના વાંકે જીવ ગુમાવનાર ઘાટકોપરના ધ્રુમિલ પટેલને ન્યાય અપાવવા માટે ગઈ કાલે સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા હતા. ફાસ્ટ ટ્રૅક પર કેસ ચલાવવાની અને નિર્દોષનો જીવ લેનાર સગીર આરોપીને પુખ્ત ગણીને કડક સજા કરવાની માગણી સાથે સેંકડો લોકો હાથમાં પોસ્ટર્સ લઈને ચાલતા હતા તો અનેક લોકો ટૂ-વ્હીલર પર નીકળ્યા હતા. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી ધ્રુમિલ પટેલની પત્ની મીનળની અપીલને લોકોએ વાચા આપી હતી અને પ્રશાસનને એક મજબૂત સંદેશ મળે એ માટે આયોજિત કૅન્ડલ માર્ચ તિલકનગરના લાલ મેદાન ખાતે પહોંચી ત્યારે મેદાનમાં ૧૦૦૦થી વધુ લોકો હાથમાં મશાલ અને કૅન્ડલ લઈને ધ્રુમિલને શ્રદ્ધાંજલિ આપવા હાજર હતા. રવિવારે સાંજે ૪ વાગ્યે ઘાટકોપર-વેસ્ટમાં ૨૦૦ લોકો સાથે એલચીવાડીથી શરૂ થયેલો મોરચો ઍક્સિડન્ટ-સ્પૉટ પર સોમૈયા કૉલેજથી આગળ વધતો ગયો એમ વધુ નાગરિકો એમાં જોડાયા હતા. કૉર્પોરેટરો રાખી જાધવ અને ધર્મેશ ગિરિ પણ મોરચામાં જોડાયાં હતાં. કૉર્પોરેટર પ્રવીણ છેડાએ સભાને સંબોધી હતી. ૧૭ વર્ષના સગીરે રૅશ ડ્રાઇવિંગ કરીને ટૂ-વ્હીલર પર જતા પટેલ દંપતીને ટક્કર મારી હતી. આ કેસમાં તેના પપ્પા જેલમાં છે. તેથી ધ્રુમિલને ન્યાય મળે એ માટેની માગણીઓને સમર્થન આપતી જાહેર અરજીને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ દ્વારા ૩૫૦૦થી વધુ લોકોએ સહી કરીને ટેકો આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK