મહાયુતિ સરકારના મિનિસ્ટર ગણેશ નાઈકે આપ્યું સૉલ્યુશન
ગણેશ નાઈક
વિધાનસભામાં ગઈ કાલે નૅશનિલસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યમાં દીપડાના હુમલામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તો સરકારે આ માટે શું ઉપાય યોજ્યા?
જિતેન્દ્ર આવ્હાડના એ સવાલનો જવાબ આપતાં રાજ્યના ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે કહ્યું હતું કે ‘જો દીપડાના હુમલાને કારણે ૪ લોકો મૃત્યુ પામે છે તો સરકારે એક કરોડનું વળતર ચૂકવવું પડે છે. એના કરતાં એક કરોડની બકરીઓ જ જો જંગલમાં છોડી દેવામાં આવે તો દીપડો જંગલ છોડીને માનવવસ્તીમાં નહીં આવે. દીપડો આમ તો જંગલી પ્રાણી છે, પણ હવે તે જંગલ છોડીને શેરડીના ખેતરમાં રહેવા લાગ્યા છે. અહિલ્યાનગર, પુણે અને નાશિકમાં દીપડાના સૌથી વધુ હુમલા નોંધાયા છે.’


