Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૃપયા લક્ષ દ્યા! IMD અને BMCએ જાહેર કરી ચેતવણી, આગામી 36 કલાક...

કૃપયા લક્ષ દ્યા! IMD અને BMCએ જાહેર કરી ચેતવણી, આગામી 36 કલાક...

04 May, 2024 08:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)અને BMCએ મુંબઈના લોકો માટે અલર્ટ જાહેર કરતા તેમણે સમુદ્રી તટ, ચોપાટીથી દૂર રહેવા માટે કહ્યું છે અને સાથે જ માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

મુંબઈમાં મોજા (પ્રતીકાત્મક તસવીર)

મુંબઈમાં મોજા (પ્રતીકાત્મક તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. BMC અને IMDએ જાહેર કર્યું અલર્ટ
  2. માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
  3. સમુદ્રમાં તોફાની પવન ફૂંકાવાને કારણે આગામી 36 કલાક સુધી 0.5-1.5 મીટર ઉંચા મોજા ઉઠશે

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)અને BMCએ મુંબઈના લોકો માટે અલર્ટ જાહેર કરતા તેમણે સમુદ્રી તટ, ચોપાટીથી દૂર રહેવા માટે કહ્યું છે અને સાથે જ માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

મુંબઈ માટે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર (INCOIS)એ અલર્ટ જાહેર કર્યું છે. અલર્ટ જાહેર કરતી વખતે કહેવામાં આવ્યું છે કે મુંબઈના સમુદ્રમાં તોફાની પવન ફૂંકાવાને કારણે આગામી 36 કલાક સુધી 0.5-1.5 મીટર ઉંચા મોજા ઉઠવાનું જોખમ છે. BMCએ લોકોને સમુદ્ર કિનારાથી દૂર રહેવા અને માછીમારોને નાવ લઈને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.



ક્યાર સુધી માટે જાહરે કરવામાં આવ્યું અલર્ટ
ભારત હવામાન વિભાગ (IMD) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન (INCOIS) અનુસાર, શનિવારે સવારે 11.30 વાગ્યાથી રવિવારે રાત્રે 11.30 વાગ્યા સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. BMC કમિશનર ભૂષણ ગાગરીને નાગરિક કર્મચારીઓને લોકોને દરિયામાં જતા રોકવા માટે શહેરના દરિયાકિનારા પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે.


દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને અસર થવાની શક્યતા
એલર્ટ મુજબ દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારો ઉબડ-ખાબડ મોજાથી પ્રભાવિત થવાની સંભાવના છે. સાવચેતીના પગલા તરીકે, નાગરિકોને આગામી 36 કલાક દરમિયાન દરિયામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ચેતવણીમાં માછીમારોને અત્યંત સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. તમામ નાગરિકોને BMC અને અન્ય તમામ સત્તાવાળાઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઉનાળાની રજાઓમાં દરિયાકિનારા પર પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને પણ સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

BMC વહીવટીતંત્રએ કરી નાગરિકોને અપીલ
BMC, મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પ્રવાસીઓ અને દરિયાકાંઠાના રહેવાસીઓને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને નજીકના દરિયાકિનારામાં પ્રવેશવાનું ટાળવા વિનંતી કરવામાં આવે છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે BMC વહીવટીતંત્ર નાગરિકોને અપીલ કરે છે કે તેઓ સુરક્ષા ગાર્ડ્સ, લાઇફગાર્ડ્સ અને દરિયાકિનારા પર/નજીક તૈનાત તમામ એજન્સીઓને સહકાર આપે.


નોંધનીય છે કે, દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો છે, એવી આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD)એ કરી હતી. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં ચોમાસાની ઋતુ રહે છે, જેથી ચોમાસાની શરૂઆતમાં મુંબઈને લગતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાન અને વાવાઝોડું સર્જાય છે, પરંતુ આ વર્ષે વરસાદ સાથે મોટા પ્રમાણમાં વાવાઝોડું પણ આવશે એવો અંદાજ આઇએમડીએ વ્યક્ત કયો છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળવાનો છે.

મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા મંગળવારે મુંબઈમાં ચોમાસા દરમિયાન હાઇટાઈડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં ચોમાસાના સમયગાળામાં અરબ સાગરમાં 4.84 મીટર કરતાં વધુ ઊંચાઈએ મોજા ઊછળી શકે છે અને 22 વખત હાઇટાઈડ થવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર 2024 સુધી દરિયામાં આ પ્રકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. હાઇટાઈડને (High tide Alert) લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, તેમ જ ભારે વરસાદને સાથે દરિયામાં એક કરતાં વધુ વખત તોફાન પણ સર્જાઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 08:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK