બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી અગાઉ નાણાંના ગેરકાયદે વ્યવહારો પર ચાંપતી નજર રાખવા માટે ઇન્કમ-ટૅક્સ વિભાગે એક કન્ટ્રોલ રૂમ ઊભો કર્યો છે
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી અગાઉ નાણાંના ગેરકાયદે વ્યવહારો પર ચાંપતી નજર રાખવા માટે ઇન્કમ-ટૅક્સ વિભાગે એક કન્ટ્રોલ રૂમ ઊભો કર્યો છે. મતદારોને બિનહિસાબી રોકડ, કીમતી વસ્તુઓ અથવા અન્ય પ્રલોભનો અપાય તો એ સંબંધી માહિતી તંત્ર સુધી પહોંચાડવા માટે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કન્ટ્રોલ રૂમ ઇન્કમ ટેક્સ વિભાગના ઇલેક્શન મૉનિટરિંગ મેકૅનિઝમ તરીકે કાર્ય કરશે અને મોડલ કોડ ઑફ કન્ડક્ટ (MCC) લાગુ હોય એ દરમ્યાન કાર્યરત રહેશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી દરમ્યાન કૅશ ડિસ્ટ્રિબ્યુશનના અનેક આરોપો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ૭૭૩૮૧૧૩૭૫૮ નંબર પર વૉટ્સઍપ, ટેક્સ્ટ મેસેજ અથવા ફોન-કૉલ દ્વારા અથવા mumbai.addldit.inv8@incometax.gov.in પર ઈ-મેઇલ દ્વારા માહિતી આપી શકે છે.


