Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના નવા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ 12th Failના રિયલ હીરો મનોજ કુમાર શર્મા

મુંબઈના નવા જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ 12th Failના રિયલ હીરો મનોજ કુમાર શર્મા

Published : 16 May, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યમાં એકસાથે પચાસથી વધુ IPS અધિકારીઓની બદલી

મનોજ કુમાર શર્મા

મનોજ કુમાર શર્મા


મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાજ્યના પોલીસફોર્સમાં મોટો ફેરફાર કરતાં પચાસથી વધુ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. આ ફેરબદલમાં મુંબઈ પોલીસનાં અનેક મહત્ત્વનાં પદો પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા ૨૦૦૫ના બૅચના IPS અધિકારી મનોજ કુમાર શર્માની છે, જેમના જીવનસંઘર્ષ પરથી લોકપ્રિય ફિલ્મ ‘12th Fail’ બની છે. મનોજ શર્માને હવે મુંબઈ પોલીસના જૉઇન્ટ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ મુંબઈમાં DCP ઝોન-૧ અને ઍડિશનલ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
સત્યનારાયણ ચૌધરીની જૉઇન્ટ કમિશનર ઓફ પોલીસ (CP) (લૉ ઍન્ડ ઑર્ડર)માંથી બદલી કરીને તેમને જૉઇન્ટ CP (ટ્રાફિક) બનાવવામાં આવ્યા છે. અનિલ કુંભારેને જૉઇન્ટ CP (ટ્રાફિક)માંથી હવે જૉઇન્ટ CP (લૉ ઍન્ડ ઑર્ડર) બનાવવામાં આવ્યા છે.



મુંબઈના જૉઇન્ટ CP (ક્રાઇમ) લખમી ગૌતમની મહારાષ્ટ્ર રાજ્યના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ (IGP) તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૦૩ના બૅચના રાજેશ પ્રધાન મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના વડા હશે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK