Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં એક વર્ષની બાળકી ગળી ગઈ હેરપિન

કલ્યાણમાં એક વર્ષની બાળકી ગળી ગઈ હેરપિન

Published : 16 May, 2026 11:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરોએ લેપ્રોસ્કોપિક ટેક્નિકથી પિન કાઢીને તેનો જીવ બચાવ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કલ્યાણમાં ડૉક્ટરોની ત્વરિત સૂઝબૂઝ અને કુશળતાને કારણે એક વર્ષની માસૂમ બાળકીને નવું જીવન મળ્યું છે. રમતાં-રમતાં આ બાળકીના ગળામાં અણીદાર હેરપિન ફસાઈ ગઈ હતી, જે તેના જીવ માટે જોખમી સાબિત થઈ શકતી હતી.

કલ્યાણ-ઈસ્ટમાં કાકા ઢાબા પાસે રહેતા વિશ્વકર્મા પરિવારની એક વર્ષની બાળકી પ્રજ્ઞા ઘરે રમી રહી હતી. આ દરમ્યાન તેણે અચાનક એક અણીદાર હેરપિન મોઢામાં નાખી દીધી હતી, જે તેના ગળામાં ઊતરી ગઈ હતી. પિન ફસાઈ જવાને કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેનાથી પરિવાર ગભરાઈ ગયો હતો.



પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્થાનિક જાનકી ગ્લોબલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં એક્સ-રે તપાસમાં જાણવા મળ્યું કે હેરપિન ગળામાં અત્યંત જોખમી રીતે ફસાયેલી છે. જો એને સમયસર કાઢવામાં ન આવી હોત તો બાળકીના જીવને ગંભીર જોખમ થઈ શકતું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોઈ ડૉક્ટરોએ લેપ્રોસ્કોપિક ટેક્નિકની મદદ વડે ગળામાં ફસાયેલી પિન સફળતાપૂર્વક બહાર કાઢી હતી. હાલ બાળકીની તબિયત સુધારા પર છે.     


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK