Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: ભારતની નિકાસ ૨૯.૯ ટકા વધીને ૮૯.૯૯ અબજ ડૉલર

News In Shorts: ભારતની નિકાસ ૨૯.૯ ટકા વધીને ૮૯.૯૯ અબજ ડૉલર

Published : 14 November, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકા, ચીન, જપાન, બ્રાઝિલ, મેક્સિકો અને કૅનેડામાં નિકાસમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, ભારતની અમેરિકામાં નિકાસ ૧૧ ટકા વધીને ૫૦.૮૦ અબજ ડૉલર થઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઑક્ટોબર મહિનામાં વસ્તુઓ અને સર્વિસ સેક્ટરનો સમાવેશ કરતી ભારતની કુલ નિકાસ વાર્ષિક ધોરણે ૨૯.૯ ટકા વધીને ૮૯.૯૯ અબજ ડૉલર થઈ છે, જે એક વર્ષ અગાઉ ૬૯.૨૭ અબજ ડૉલર હતી. આના કારણે એકંદરે વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ઘટીને ૨૦.૦૯ અબજ ડૉલર થઈ છે, જે અગાઉ ૨૫.૧૫ અબજ ડૉલર હતી.
વસ્તુઓની નિકાસ ૪૫.૦૬ ટકા વધીને ૪૯.૪૭ અબજ ડૉલરના વિક્રમી સ્તરે પહોંચી છે, જ્યારે સર્વિસની નિકાસ ૪૦.૫૧ અબજ ડૉલર હોવાનો અંદાજ છે. જોકે આયાતમાં થયેલા વધારાને કારણે વસ્તુઓના વેપારની ખાધ વધીને ૩૯.૮૮ અબજ ડૉલર થઈ ગઈ છે, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.

આવતા વર્ષે ૨૩ મેએ થશે JEE ઍડ‍્વાન્સ્ડ પરીક્ષા : ઑન-સ્ક્રીન બેઝિક કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે



ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલૉજી (IIT)-દિલ્હીએ જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડ્વાન્સ્ડ 2027 પરીક્ષા માટે અધિકૃત વેબસાઇટ શરૂ કરી છે. jeeadv.ac.in નામની આ વેબસાઇટ JEE એડ્વાન્સ્ડ 2027 દ્વારા પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે માહિતીના અધિકૃત સ્ત્રોત તરીકે કામ કરશે. IIT-દિલ્હીએ આ પોર્ટલ પર પરીક્ષામાં બેસવા માટેના પાત્રતા-માપદંડો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ પરીક્ષા 2027માં ૨૩ મેએ યોજાશે, જે દિવસે રવિવાર છે.
JEE એડ્વાન્સ્ડ 2027માં સામેલ થનારા ઉમેદવારોને પરીક્ષા દરમ્યાન ઑન-સ્ક્રીન બેઝિક કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ કૅલ્ક્યુલેટર નૉન-સાયન્ટિફિક હશે અને એમાં ૧૦થી ૧૨ અંકોનું ડિસ્પ્લે હશે. આ જાહેરાતમાં કૅલ્ક્યુલેટરની સુવિધાના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે, જ્યારે પરીક્ષા સંબંધિત અન્ય માહિતી માટે અધિકૃત વેબસાઇટ જોવાનું કહેવામાં આવ્યું છે.


મુંબઈમાં દિવાળી ટાણે ૧૧ દિવસમાં ૩૬૮૩ પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશન થયાં

નાઇટ ફ્રૅન્ક ઇન્ડિયા દ્વારા મહારાષ્ટ્રના રજિસ્ટ્રેશન અને સ્ટૅમ્પ વિભાગના ડેટાના ઍનૅલિસિસ મુજબ ૨૦૨૬માં દિવાળી ટાણે ૧૧ દિવસના સમયગાળા દરમ્યાન મુંબઈમાં ૩૬૮૩ પ્રૉપર્ટીઓ રજિસ્ટર થઈ હતી. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં થયેલી ૩૬૬૮ નોંધણીઓ કરતાં ૦.૪ ટકા વધુ છે. બીજી તરફ આવકની વસૂલાતમાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. એ ગયા વર્ષના ૩૩૯ કરોડ રૂપિયાથી ૧૩ ટકા વધીને ૩૮૪ કરોડ રૂપિયા થઈ છે. રજિસ્ટ્રેશન અને આવક વસૂલાત બન્ને છેલ્લાં ૪ વર્ષમાં દિવાળીના સમાન સમયગાળા માટેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાં છે.

ઑક્ટોબર મહિનાથી બજાર સ્થિર રહ્યું છે. સિટીમાં ૧૨,૬૯૦ મિલકતની નોંધણીઓ થઈ હતી જે વાર્ષિક ધોરણે ૯ ટકાનો વધારો દર્શાવે છે. જાન્યુઆરીથી ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન રજિસ્ટ્રેશનમાં વાર્ષિક ધોરણે ૭ ટકાનો વધારો થઈને કુલ ૧,૩૨,૦૪૦ યુનિટ્સ નોંધાયા છે. રજિસ્ટ્રેશનમાં જોવા મળેલી આ સતત વૃદ્ધિ મકાનોની ડિમાન્ડ સૂચવે છે જેમાં તહેવારોની મોસમ દરમ્યાન પણ ઘર ખરીદનારાઓની સક્રિયતા જળવાઈ રહી છે.

શ્રાદ્ધમાં પણ પ્રૉપર્ટી ખરીદી લોકોએ

શ્રાદ્ધથી લઈને નવરાત્રિ સુધી નોંધણી-પ્રક્રિયા સક્રિય રહી હતી. ૨૦૨૬માં શ્રાદ્ધ દરમ્યાન ૨૬ સપ્ટેમ્બરથી ૧૦ ઑક્ટોબર જે સમયગાળો પરંપરાગત રીતે મિલકત ખરીદવા માટે અશુભ માનવામાં આવે છે એમાં મુંબઈમાં ૩૪૧૯ પ્રૉપર્ટી રજિસ્ટર થઈ હતી. ત્યાર બાદ નવરાત્રિ દરમ્યાન ૧૧થી ૧૯ ઑક્ટોબર દરમ્યાન ૪૬૮૦ રજિસ્ટ્રેશન થયાં હતાં.

એક મહિનામાં ૧૨,૩૯૬ ગેરકાયદે બૅનરો હટાવવામાં આવ્યાં

ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સના કારણે શહેરનો દેખાવ તો બગડે જ છે પણ સાથે-સાથે એના પડી જવાથી દુર્ઘટનાઓ પણ બનતી હોય છે જેને પગલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મુંબઈમાં લગાવવામાં આવેલાં ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સ હટાવવાની કડક કાર્યવાહી ઑક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી અંતર્ગત ૮ ઑક્ટોબરથી ૧૨ નવેમ્બર દરમ્યાન આવાં ૧૨,૩૯૬ ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યાં હતાં અને નિયમોનું ઉલ્લંઘન કરવા વિરુદ્ધ ૧૫ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK