ત્યાર બાદ આવતા સોમવારથી ચાર દિવસ માટે ફરી બંધ રાખવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂન વખતે ભેખડો ધસી ન પડે અને વર્ષો જૂનાં મહાકાય વૃક્ષો તૂટી ન પડે એ માટે મૉન્સૂન પહેલાંની તૈયારી માટે કામ કરવાનું હોવાથી મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પર નાશિક તરફ જતો જૂનો કસારા ઘાટ ગુરુવાર સુધી બંધ છે. એ પછી ફરી ત્રીજીથી છઠ્ઠી માર્ચ બંધ રહેશે. આ દરમ્યાન મુંબઈથી નાશિક જવા માગતાં લાઇટ મોટર વેહિકલ્સે નાશિકથી મુંબઈ આવતા રસ્તે નાશિક તરફ જવાનું રહેશે. એ રસ્તા પર હેવી વેહિકલ્સ માટે બંધી મૂકી દેવામાં આવી છે. વળી નાશિકથી મુંબઈ આવવાના રસ્તે બન્ને બાજુનાં વાહનોની અવરજવર ચાલુ રાખવાની હોવાથી એમાં પણ વધુ સમય લાગશે. એથી વાહનચાલકોએ એની ગણતરી કરીને નીકળવું એમ નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.
જે હેવી વેહિકલ્સને મુંબઈથી નાશિક જવું હોય એણે મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી પુણે જઈ પુણે-નાશિક રોડથી નાશિક પહોંચવાનું રહેશે.

