એસવીકેએમની મીઠીબાઈ કૉલેજ દ્વારા આયોજિત આંતરમહાવિદ્યાલય સાંસ્કૃતિક મહોત્સવ ક્ષિતિજ 24: ધ આર્કેડ વૅરહાઉસની શરૂઆત શાનદાર રીતે થઈ. ઉત્સવની શરૂઆત માનનીય કૃતિકા મેડમના હસ્તે કરવામાં આવી, જેમણે બહુપ્રતિક્ષીત મહોત્સવ માટે ઉત્સાહ અને ઉમંગનો માહોલ ઘડ્યો હતો.
ક્ષિતિજ 24ની પહેલા દિવસની ઝલક
એસવીકેએમની મીઠીબાઈ કૉલેજ દ્વારા આયોજિત આંતરમહાવિદ્યાલય સાંસ્કૃતિક મહોત્સવ ક્ષિતિજ 24: ધ આર્કેડ વૅરહાઉસની શરૂઆત શાનદાર રીતે થઈ. ઉત્સવની શરૂઆત માનનીય કૃતિકા મેડમના હસ્તે કરવામાં આવી, જેમણે બહુપ્રતિક્ષીત મહોત્સવ માટે ઉત્સાહ અને ઉમંગનો માહોલ ઘડ્યો હતો.
પ્રતિભા અને પ્રદર્શનનો અદ્ભુત સમન્વય
ક્ષિતિજ`24નો પહેલો દિવસ સ્પર્ધાઓ અને પ્રદર્શનથી ભારોભાર રહ્યો. કેટલીક મહત્વની હાઇલાઇટ્સ:
ADVERTISEMENT
ક્ષિતિજના પહેલા દિવસે ઉત્સાહનો જાણે પાવરહાઉસ શરૂ થયો હતો જેમાં વૉરકેડ મિથેમ: એક થ્રિલિંગ ગેમિંગ શૉડાઉન, ફાઈટ ક્લબ (MMA)માં સ્પર્ધકોએ પોતાની ડિટરમિનેશનનું પ્રદર્શન ક્યું અને બેન્ડ ઈડ લાઇક બેકમ જેમાં ફૂટબૉલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિનાઇલ ઇમ્પ્રેશન જેમાં મ્યૂઝિક એલ્બમ રજૂ કરીને પોતાની કલા દર્શાવવાની સુંદર તક આપવામાં આવી. પિકલ પાવરપ્લે નામે પિકલબૉલ સ્પર્ધાનું આયોજન થયું હતું ત્યાર બાદ વેડિંગ આઇકન નામે સોલો ફેશન શૉ હતો, ડિવાઈન ઇમ્પ્રેશન નામે મેકઅપ કરવાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ વાઈબ્રન્ટ પર્ફોર્મન્સ જેને બૉલિવૂડ રાગા એવું નામ આપવામાં આવ્યું આ સ્પર્ધામાં સોલો સિંગિંગ અને 7 ટૂ સ્મોક (સ્ટ્રીટ ડાન્સ) અને સાઈફર ક્લેશ (રૅપિંગ) જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમણે દર્શકો અને સ્પર્ધકોને મંત્રમુગ્ધ કરવામાં કદાચ જ કોઈ કસર બાકી રાખી હશે.
દિવસની બૌદ્ધિક સમૃદ્ધિમાં ઉમેરો કરતા ધ મ્યુઝિક પોડકાસ્ટએ ડીનો જેમ્સ અને શહરુલને તરસામે મિત્તલ સાથે વાતચીત કરતા દર્શાવ્યું, સાથે ઑલ અબાઉટ મ્યુઝિક દ્વારા એક આકર્ષક વક્તવ્ય સત્ર પણ રજૂ કર્યું જેણે ઉદ્યોગમાં અમૂલ્ય સમજ આપી. ઉત્સાહનો અંત ત્યાં જ ન આવ્યો, કારણ કે સાંજે અમન દેવગન અને રાશા થડાણીની હાજરીમાં ઉત્સવ વધુ આનંદમય બન્યો, જેમની હાજરીથી ક્ષિતિજ`24માં વધુ સ્ટાર પાવર ઉમેરાયો. તેમની ઉર્જા, અટ્રેક્શન અને ઉત્સાહે પ્રેક્ષકોને મોહિત કર્યા. દિવસની સોનામાં સુગંધ ઉમેરનાર કોઈ હોય તે સુપ્રસિદ્ધ સોનુ નિગમે એ કામ કરી બતાવ્યું. તેમના જાદુઈ અવાજ અને કાલાતીત ક્લાસિક્સના ભંડાર સાથે, તેમણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા, સાંજને લાગણી અને ઉજવણીની સિમ્ફનીમાં પરિવર્તિત કરી. તેમનું ભવ્ય પ્રદર્શન સંગીત કલાત્મકતામાં એક માસ્ટરક્લાસ હતું, જે બોલીવુડના સાચા આઇકોન તરીકેના તેમના વારસાને ફરીથી પુષ્ટિ આપે છે. અવિસ્મરણીય રાત્રિએ આવનારા દિવસો માટે એક અજોડ બેન્ચમાર્ક સેટ કર્યો, દરેક ઉપસ્થિતને મંત્રમુગ્ધ અને વધુ માટે ઝંખતો રાખ્યો.
ક્ષિતિજ 24ની શાનદાર શરૂઆત
ક્ષિતિજ`24 નો પહેલો દિવસ: આર્કેડ વેરહાઉસ સર્જનાત્મકતા, પ્રતિભા અને પ્રેરણાનું એક અનોખું મિશ્રણ હતું. રસપ્રદ સ્પર્ધાઓ, અદ્ભુત પ્રદર્શન અને સોનુ નિગમના જાદુઈ પ્રોનાઈટે આ ઉત્સવને યાદગાર બનાવ્યો. જેમ જેમ ઇવેન્ટ આગળ વધશે, તેમ તેમ ક્ષિતિઝ`24 કલા, સંગીત અને નવીનતાના વારસાને વધુ ઊંચાઈએ લઈ જવાનું વચન આપે છે. પહેલા દિવસે જે ઉત્સાહ અને ઉર્જા દેખાઈ તે સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં વધુ શાનદાર ક્ષણો આવશે.