Kunal Kamra FIR: એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રોષે ભરાયેલા શિવસેનાના કાર્યકર્તાઓએ કાર્યક્રમ સ્થળે તોડફોડ કરી છે
કુણાલ કામરા અને એકનાથ શિંદેની ફાઇલ તસવીર
Kunal Kamra FIR: તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને કૉમેડિયન કુણાલ કામરાએ કરેલી ટિપ્પણીએ શિવસૈનિકોમાં રોષ ફેલાવ્યો છે. તેની આ ટિપ્પણી મુદ્દે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. એટલું જ નહીં શિવસેનાના કાર્યકરોએ તો કૉમેડિયન કુણાલ કામરાને ખુલ્લેઆમ ધમકી પણ આપી છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે એકનાથ શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રોષે ભરાયેલા શિવસેનાના કાર્યકર્તાઓએ કાર્યક્રમ સ્થળે તોડફોડ કરી છે. જ્યાં આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો તે હોટેલમાં જબરદસ્ત તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
વિવાદાસ્પદ ગીત વાયરલ થયું હતું
ADVERTISEMENT
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ વીડિયો સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે પ્રસિદ્ધિ મેળવનાર કુણાલ કામરા (Kunal Kamra FIR) એ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વ્યંગાત્મક ગીત ગઈ રહ્યો છે. આ ગીતમાં તેણે એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવ્યા છે. ત્યારબાદ આ વિડીયોએ જબરદસ્ત રોષ ફેલાવ્યો. વળી, સંજય રાઉતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો, અને આ વિવાદે જોર પકડયું છે. તેઓએ આ વિડીયો શેર કરતાં લખ્યું હતું કે "કુણાલની કમાલ. જય મહારાષ્ટ્ર"
कुनाल की कमाल!
— Sanjay Raut (@rautsanjay61) March 23, 2025
जय महाराष्ट्र! https://t.co/U4Jxdo4dCm
કેસ નોંધાયો, એફઆઇઆર દાખલ કરાઇ
આ વિડિયના સંદર્ભમાં યુવા સેનાના સચિવ રાહુલ કનાલ અને અન્ય ઓગણીસ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. રાહુલે કુણાલ કામરા (Kunal Kamra FIR) વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ધારાસભ્ય મૂળજી પટેલની ફરિયાદના આધારે કુણાલ કામરા સામે અંધેરી પોલીસ સ્ટેશનમાં સુદ્ધા કેસ નોંધવામાં આવ્યો છે. તેમની કેટલીક તસવીરો પણ સામેઆવી હતી જેમાં તેઓ એફઆઇઆર નોંધાવી રહ્યા છે એ જોઈ શકાય છે.
આ તો માત્ર ટ્રેલર છે, પીકચર તો બાકી છે
શિંદેજૂથના નેતાઓએ તો એટલો બધો રોષ ફેલાવ્યો છે કે વિવિધ પ્રકારની ચીમકીઓ ઉચ્ચારાઈ છે. નરેશ મ્હસ્કેએ ચેતવણી આપી છે કે કુણાલ કામરા (Kunal Kamra FIR) તને મહારાષ્ટ્રમાં ફરવા નહીં દેવામાં આવે.
આ મુદ્દે રાહુલ કનાલે કહ્યું હતું કે, આ માત્ર ટ્રેલર છે, પીકચર તો હજી બાકી છે. જો કોઈ અમારા વરિષ્ઠ નેતાઓની ટીકા કરશે તો અમે તેમના ઘરે પણ પહોંચી જઈશું. ઘરના વરિષ્ઠ મુદ્દે આવી વાત કરવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થવો જોઈએ.
વિભાગના વડા શ્રીકાંત સરમલકરે પણ એક જગ્યાએ વાત કરતાં કહ્યું હતું કે અમને પોલીસ સ્ટેશનમાં (Kunal Kamra FIR) લાવવામાં આવ્યા છે અને અમે જોવાનું છે કે ધરપકડ કરવામાં આવી છે કે નોટિસ આપ્યા પછી છોડી દેવામાં આવશે. અન્ય 20 લોકોના અજાણ છે.

