રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્યું છે
રેખા
રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. રેખા આ ફોટોમાં ભારે ખૂબસૂરત લાગે છે. ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણીએ રેખાના આ ફોટો શૅર કર્યા છે. એ જોતાં રેખાની ‘ઉમરાવજાન’ યાદ આવી ગઈ હતી. રેખાના આ ફોટો જોઈને ચાહકો તેને એવરગ્રીન બ્યુટી ગણાવીને એવી કમેન્ટ કરી રહ્યા છે કે આ ઍક્ટ્રેસની ઉંમર વધવાને બદલે ઘટી રહી હોય એવું લાગે છે.

