ટ્રસ્ટી મંડળ દ્વારા આ ઉજવણીમાં જ્ઞાતિજનોને કચ્છી નવા વર્ષને રંગ-ઉમંગથી વધાવવા સહપરિવાર પધારવા સહર્ષ નિમંત્રણ છે.
પ્રતીકાત્મક તસવીર
શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ-માટુંગાના ઉપક્રમે દર વર્ષની પરંપરાને જાળવી રાખતાં ગુરુવાર, ૨૬ જૂને સાંજે ૭ વાગ્યે માટુંગા (સે.રે.)માં લક્ષ્મીનારાયણ લેનમાં આવેલા રામબાગ પટાંગણમાં અષાઢી બીજ-કચ્છી નવા વર્ષની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છી અને ગુર્જર ભાષાનાં ભાતીગળ લોકસાહિત્ય સરવાણી અને તળપદી સંસ્કૃતિને ઉજાગર કરતાં દુહા-છંદ, લોકગીત અને હાસ્ય દરબાર સહિતનો ભવ્ય ડાયરો નામી-અનામી કલાકારો રજૂ કરશે. કાર્યક્રમને અંતે સમૂહ ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. ટ્રસ્ટી મંડળ દ્વારા આ ઉજવણીમાં જ્ઞાતિજનોને કચ્છી નવા વર્ષને રંગ-ઉમંગથી વધાવવા સહપરિવાર પધારવા સહર્ષ નિમંત્રણ છે.

