CST રોડના નામે જાણીતા સાંતાક્રુઝ-કુર્લા રોડ પર કોલિવેરી રોડ જંક્શનથી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધકાર
તસવીર: સૈયદ સમીર અબેદી
CST રોડના નામે જાણીતા સાંતાક્રુઝ-કુર્લા રોડ પર કોલિવેરી રોડ જંક્શનથી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક સુધી સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધકારને લીધે સાંજ પછી ત્યાંથી ટ્રાવેલ કરવામાં મોટરિસ્ટોને ભારે તકલીફ વેઠવી પડે છે. એ સિવાય આ રસ્તેથી ચાલીને જનારાઓ માટે તો મુસાફરી ખતરનાક બની ગઈ છે. પહેલાં આ રોડના ડિવાઇડર પર સ્ટ્રીટલાઇટ હતી, પણ ગયા વર્ષે સાંતાક્રુઝ-ચેમ્બુર એલિવેટેડ લિન્ક રોડના બાંધકામ વખતે એ હટાવી દેવામાં આવી હતી. એને લીધે એક કિલોમીટરના આ રોડ પર અંધારું છવાઈ ગયું છે. આ રોડની બાજુમાં આવેલા હંસ ભુગ્રા રોડ પર પણ એક જ બાજુની સ્ટ્રીટલાઇટ ચાલુ હોવાથી બીજી બાજુના રોડ પર અંધારું હોય છે.