Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૉક્સ8 અને મોજો પીત્ઝાની પેરન્ટ બ્રૅન્ડ ઈટક્લબનું લાઇસન્સ સસ્પેન્ડ

બૉક્સ8 અને મોજો પીત્ઝાની પેરન્ટ બ્રૅન્ડ ઈટક્લબનું લાઇસન્સ સસ્પેન્ડ

Published : 03 September, 2026 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FDAની બે દિવસની કાર્યવાહીમાં મુંબઈનાં ૪ ફૂડ આઉટલેટ્સ સામે પગલાં લેવાયાં

ચેમ્બુરની અશફાક બેકરીમાં મળેલી ગંદકી.

ચેમ્બુરની અશફાક બેકરીમાં મળેલી ગંદકી.


મુંબઈના વિવિધ વિસ્તારોમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સોમવારે અને મંગળવારે હાથ ધરાયેલા સરપ્રાઇઝ નિરીક્ષણ દરમ્યાન ગંભીર ક્ષતિઓ, ગંદકી અને નિયમોનું ઉલ્લંઘન જણાતાં ૪ ફૂડ આઉટલેટ્સ સામે પગલાં લેવામાં આવ્યાં છે.

ઈટક્લબ બ્રૅન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ : આરે મિલ્ક કૉલોની, ગોરેગામ (ઈસ્ટ)



શું કાર્યવાહી થઈ : FDAના અધિકારીઓની સોમવારે સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન રો-મટીરિયલ અને પૅકેજિંગ સામાનના સ્ટોરેજમાં ખામી, કર્મચારીઓ માટે હાથ ધોવાની અપૂરતી સુવિધા, વેન્ટિલેશન અને લાઇટિંગનો અભાવ, પેસ્ટ કન્ટ્રોલમાં ક્ષતિઓ અને મેડિકલ સર્ટિફિકેટ્સમાં ગરબડ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત મંજૂરી સિવાય ગેરકાયદેસર રીતે આઇસક્રીમ અને કાર્બોનેટેડ બેવરેજિસનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેના આધારે ગઈ કાલે તત્કાલિક અસરથી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ બ્રૅન્ડ બૉક્સ 8 અને મોજો પીત્ઝાની પેરન્ટ બ્રૅન્ડ છે.


રાની ક્રીએટર્સ કન્સલ્ટન્ટ : જરીમરી, કુર્લા (વેસ્ટ)
શું કાર્યવાહી થઈ : FDAના અધિકારીઓની મંગળવારે સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન રસોડામાં અને સ્ટોરેજ વિસ્તારમાં ઉંદરો તથા જીવાતોનો સક્રિય ઉપદ્રવ મળી આવ્યો હતો. ચારેતરફ ગંદકી, ચીકાશ, એંઠવાડ અને ભરાયેલાં પાણીનાં ખાબોચિયાં હતાં. કાચું માસ અને હાઈ-રિસ્ક ફૂડ ફ્રિજમાં ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. પ્રોસેસિંગમાં ન્યુઝપેપરનો ઉપયોગ, કાળું પડી ગયેલું ખરાબ કુકિંગ ઑઇલ અને કર્મચારીઓની અસ્વચ્છતાને કારણે ગ્રાહકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું હતું. આ બધું જોતાં ગઈ કાલે લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ગુડલક બેકરી અૅન્ડ સ્ટોર્સ : સાયન-ટ્રૉમ્બે રોડ, ચેમ્બુર
શું કાર્યવાહી થઈ : FDAના અધિકારીઓની મંગળવારે સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન બેકરીની આંતરિક રચનામાં અસુરક્ષિત સાધન-સામગ્રી, પીવાના પાણીના સ્ટાન્ડર્ડ મુજબ ચેકિંગનો અભાવ, ગંદી દીવાલો તથા ફ્લોરિંગ, કર્મચારીઓ માટે ટૉઇલેટ અને ચેન્જિંગ રૂમની અપર્યાપ્ત સુવિધા સામે આવ્યાં હતાં. સાથોસાથ કર્મચારીઓમાં ગ્લવ્ઝ-એપ્રનનો અભાવ, મેડિકલ તપાસનો અનાદર અને ફૂડ સેફ્ટી ઑડિટ તથા તાલીમના અભાવ જેવાં કારણોસર આ કાર્યવાહી થઈ છે. FDAના નિરીક્ષણ રિપોર્ટમાં ૧૪૬માંથી માત્ર ૩૬ ગુણ મેળવી ફેઇલ થતાં આ બેકરીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.


અશફાક બેકરી : સમ્રાટ અશોકનગર, ચેમ્બુર
શું કાર્યવાહી થઈ : FDAના અધિકારીઓની મંગળવારે સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન સામગ્રીના યોગ્ય સ્ટોરેજનો અભાવ હતો. લૅબોરેટરીના કન્ફર્મિટી સર્ટિફિકેટ વગરનું પૅકેજિંગ મટીરિયલ હતું, અનહાઇજીનિક પૅકિંગ હતું, બીમાર કર્મચારીઓ દ્વારા ખોરાકનું હૅન્ડલિંગ થતું હતું, તાપમાન નિયંત્રણ પર દેખરેખનો અભાવ હતો અને ગ્રાહક ફરિયાદ નિવારણ સિસ્ટમ નહોતી. આ બેકરીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK