ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈગરાઓના આરોગ્ય સામે જોખમ ઊભું કરતી ફૅસિલિટીઝ સામે લાલ આંખ કરી છે
ફોર્ટ વિસ્તારમાં આવેલી જાણીતી અયુબ્સ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ મુંબઈગરાઓના આરોગ્ય સામે જોખમ ઊભું કરતી ફૅસિલિટીઝ સામે લાલ આંખ કરી છે. સાર્વજનિક આરોગ્ય અને સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ FDAએ ફોર્ટ વિસ્તારની પ્રખ્યાત અયુબ્સ રેસ્ટોરાં અને કુર્લા-વેસ્ટ સ્થિત મેસર્સ સંકલ્પ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થા સામે કડક પગલાં લેવાયાં છે. તપાસ દરમ્યાન ભારે અસ્વચ્છતા અને નિયમોની અવહેલના સામે આવતાં બન્ને સંસ્થાઓના ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
કુર્લા વિસ્તાર : સંકલ્પ મહિલા ઔદ્યોગિક સહકારી સંસ્થા
કુર્લા-વેસ્ટ વિસ્તારમાં એમ.એન. રોડ પર વાડિયા અેસ્ટેટ ખાતે આવેલી મેસર્સ સંકલ્પ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સંસ્થામાં સોમવારે સવારે FDAએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી ત્યારે ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળ્યું હતું. આ સંસ્થા દ્વારા વિવિધ નિયમો પાળવામાં આવ્યા નહોતા તેમ જ ખોરાક ખૂબ જ ખરાબ જગ્યાએ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવતાં આ સંસ્થાનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ફોર્ટ વિસ્તાર : અયુબ્સ રેસ્ટોરાંમાં કાર્યવાહી
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી જાણીતી અયુબ્સ રેસ્ટોરાંમાં શનિવારે સાંજે FDA ટીમની તપાસ દરમ્યાન અસ્વચ્છતા, કાચા-પાકા ખોરાકની અયોગ્ય સાચવણી, ખુલ્લી ગટર અને તાપમાન નિયંત્રણનો અભાવ જેવી ગંભીર ત્રુટિઓ મળી આવી હતી. સાર્વજનિક આરોગ્ય માટે જોખમી આ બેદરકારી બદલ ૨૩ ઑગસ્ટથી તેનું FSSAI લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
