૧૨ કરોડ રૂપિયાના ખર્ચે ગેરકાયદે દબાણ હટાવીને તેમ જ કચરો દૂર કરી કામ હાથ ધરવામાં આવશે.
તસવીર : શાદાબ ખાન
માઇથોલૉજિકલ અને આર્કિયોલૉજિકલ મહત્ત્વ ધરાવતા દક્ષિણ મુંબઈના બાણગંગાના જીર્ણોદ્ધારનું સ્થગિત થયેલું કામ ગઈ કાલથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે ગેરકાયદે દબાણ હટાવીને તેમ જ કચરો દૂર કરીને રામકુંડ, ૧૧ દીપસ્તંભ, મંદિરો સહિત આખા સંકુલનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રોજેક્ટ હવે છેલ્લા તબક્કામાં છે.
સાયન બ્રિજને તોડવાની શરૂઆત કરવામાં આવી
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેમાં સાયન સ્ટેશન પાસે ઈસ્ટ અને વેસ્ટને જોડતા ૧૧૦ વર્ષ જૂના રોડ ઓવર બ્રિજને તોડી પાડવાની કામગીરી ગઈ કાલથી શરૂ કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) મુંબઈએ આ બ્રિજની ૨૦૨૦માં ચકાસણી કરીને જોખમી હોવાનો અહેવાલ આપ્યો હતો.

