Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોરને ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ સાથે મંજૂરી

વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોરને ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ સાથે મંજૂરી

Published : 09 May, 2026 08:12 AM | Modified : 09 May, 2026 09:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

JNPA, નવી મુંબઈ ઍરપોર્ટ અને મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક જેવા પ્રોજેક્ટ્સને કનેક્ટિવિટી મળશે...

વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોરને ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ સાથે મંજૂરી

વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ કૉરિડોરને ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ સાથે મંજૂરી


મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની કનેક્ટિવિટીને બહેતર બનાવનારા વિરાર-અલીબાગ મલ્ટિ-મૉડલ ટ્રાન્સપોર્ટ કૉરિડોર (MMTC) માટે વધારાના ભંડોળને મંજૂરી આપી દીધી છે. ૧૪ લેન ધરાવતા આ ઍક્સેસ-કન્ટ્રોલ્ડ કૉરિડોર એટલે કે સાઇડના રસ્તા પરથી કોઈ મુખ્ય રસ્તા પર ચડી ન શકે એવા આ કૉરિડોરના પ્રથમ તબક્કા પાછળ અંદાજે ૩૧,૭૯૩.૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

પ્રોજેક્ટખર્ચમાં બાંધકામખર્ચ માટે ૨૧,૫૩૩.૬૬ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. અગાઉ કૅબિનેટે જમીનસંપાદન માટે ૨૨,૨૫૦ કરોડ અને વ્યાજની ચુકવણી માટે ૧૪,૭૬૩ કરોડ રૂપિયાના ભંડોળને પણ મંજૂરી આપી હતી.

૧૨૬.૦૬ કિલોમીટર લાંબો આ કૉરિડોર જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA), નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (MTHL) જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સને જોડશે. પ્રથમ તબક્કામાં વસઈ તાલુકાના નવઘરથી પેણ સુધીનો ૯૬.૪૧ કિલોમીટરનો પટ્ટો વિકસાવવામાં આવશે.
આ કૉરિડોર કાર્યરત થવાથી મુંબઈના રોડ-નેટવર્ક પર ટ્રાફિકનો ભાર ઘટશે અને મુસાફરીના સમયમાં અંદાજે ૯૦ મિનિટનો મોટો ઘટાડો થશે જે આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ છે. મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ૩ વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK