Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીમાં તૂટેલી પાઇપલાઇનનું ૪૪ કલાકે સમારકામ થયું

વરલીમાં તૂટેલી પાઇપલાઇનનું ૪૪ કલાકે સમારકામ થયું

Published : 09 May, 2026 09:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના G સાઉથ વૉર્ડમાં ડૉ. ઈ. મોઝેસ રોડ પર ૧૬૫૦ મિલીમીટર વ્યાસની મેઇન પાણીની પાઇપલાઇનમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં જ BMCએ બુધવાર રાત્રે ૧૦ વાગ્યાથી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું.

વરલીમાં તૂટેલી પાઇપલાઇનનું ૪૪ કલાકે સમારકામ થયું

વરલીમાં તૂટેલી પાઇપલાઇનનું ૪૪ કલાકે સમારકામ થયું


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના G સાઉથ વૉર્ડમાં ડૉ. ઈ. મોઝેસ રોડ પર ૧૬૫૦ મિલીમીટર વ્યાસની મેઇન પાણીની પાઇપલાઇનમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવતાં જ BMCએ બુધવાર રાત્રે ૧૦ વાગ્યાથી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં એન્જિનિયરો અને કામદારોએ ૪૪ કલાકમાં આ મહત્ત્વપૂર્ણ સમારકામ પૂરું કર્યું હતું. ગઈ કાલે  ૮ મેએ પાઇપલાઇન સાંજના પાણીપુરવઠા માટે  ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત D, E અને G સાઉથ વિભાગોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીપુરવઠો આજે ૯ મેથી પાછો ચાલુ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK