અમારા મલાડના બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને અમારી પ્રૉપર્ટી વલસાડમાં હોવાથી અમે હાલમાં ત્યાં રહીએ છીએ
રાજેશ અને સંગીતા ખત્રી
બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જવાથી હાલમાં વલસાડ રહેતાં રાજેશ અને સંગીતા ખત્રી ત્યાંથી મંગળવારે સાંજે જ મલાડ આવી ગયાં હતાં અને બુધવારે સવારે મલાડ-વેસ્ટમાં એન. એલ. હાઈ સ્કૂલના વોટિંગ સેન્ટરમાં જઈને મતદાન કર્યું હતું.
અમે પોણાત્રણ વર્ષથી વલસાડમાં શિફ્ટ થઈ ગયાં છીએ એમ જણાવતાં રાજેશ ખત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા મલાડના બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને અમારી પ્રૉપર્ટી વલસાડમાં હોવાથી અમે હાલમાં ત્યાં રહીએ છીએ ને વોટિંગ માટે ખાસ મુંબઈ આવ્યાં છીએ. હું એક આર્ટિસ્ટ છું, ફિલ્મ અને જાહેરખબરમાં કામ કરું છ઼ું. મતદાન માટે હું અને મારી વાઇફ મંગળવારે જ મારા એક મિત્રના ઘરે આવી ગયાં હતાં જેથી બુધવારે વહેલી તકે મત આપી શકીએ. વોટિંગ કરવાની આળસ તો ન જ કરવી જોઈએ. આપણા દેશને મજબૂત બનાવવા માટે દરેકે વોટિંગ કરવું જોઈએ અને એટલે જ અમે પણ ખાસ મત આપવા માટે વલસાડથી આવ્યાં હતાં અને વોટ આપ્યા બાદ બપોરે વલસાડ જવા નીકળી ગયાં હતાં.