Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીના પિંપળેશ્વર મહાદેવ મંદિરને રાજ્ય સરકારે નજીવા ભાવે જમીન ફાળવી

ડોમ્બિવલીના પિંપળેશ્વર મહાદેવ મંદિરને રાજ્ય સરકારે નજીવા ભાવે જમીન ફાળવી

Published : 28 May, 2026 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે સાથે જ આ નિર્ણયને કાયમી ધોરણે દાખલારૂપ ન ગણવો એવી સ્પષ્ટતા કરી

શ્રીકાંત શિંદે

શ્રીકાંત શિંદે


ડોમ્બિવલીમાં સદીઓ જૂના પિંપળેશ્વર મહાદેવ મંદિર માટે મોટી રાહત આપતાં મહારાષ્ટ્રની કૅબિનેટે મંગળવારે મંદિર ટ્રસ્ટને ૪ એકર ૨૫ ગૂંઠા જમીન નજીવા દરે નિયમિત કરવા અને ફાળવવાને મંજૂરી આપી હતી. કલ્યાણના સંસદસભ્ય શ્રીકાંત શિંદે રાજ્ય સરકાર સાથે ઘણાં વર્ષોથી આ બાબતે ફૉલોઅપ કરી રહ્યા હતા અને સતત પ્રયાસો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડોમ્બિવલી MIDC પટ્ટાના સાગાંવ-સોનારપાડા વિસ્તારમાં આવેલી આ જમીન લાંબા સમયથી પિંપળેશ્વર દેવસ્થાન મંદિર ટ્રસ્ટના ઉપયોગ હેઠળ છે. જોકે ટ્રસ્ટ વર્ષોથી અતિક્રમણ કરાયેલા પ્લૉટની કાનૂની માલિકી અને નિયમિત થવાની રાહ જોઈ રહ્યું હતું. કૅબિનેટે હવે ઔપચારિક મંજૂરી આપતાં ટ્રસ્ટ મંદિર સાથે જોડાયેલી સામાજિક, ધાર્મિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે જમીનનો સત્તાવાર રીતે ઉપયોગ કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK