Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાફિકનું ઈ-ચલાન ભરવાનું બાકી હશે તો હવે AI યાદ કરાવશે

ટ્રાફિકનું ઈ-ચલાન ભરવાનું બાકી હશે તો હવે AI યાદ કરાવશે

Published : 28 March, 2026 11:44 AM | Modified : 28 March, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્શ્યૉરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને PUCની ડેડલાઇન પણ ઑટોમેટેડ કૉલ યાદ કરાવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


હવે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટે મળેલું ઈ-ચલાન ભરવાનું ચૂકી જશો તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) તમને યાદ અપાવશે. આ નવી યોજના હેઠળ ડ્રાઇવરોને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ઑટોમેટેડ ફોન-કૉલ કરવામાં આવશે.

સરકારી આંકડાઓ મુજબ ૨૦૧૯માં વન સ્ટેટ, વન ઈ-ચલાન યોજના લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ૧૧.૪ કરોડ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે, જેની કુલ રકમ ૭૨૭૨ કરોડ રૂપિયા જેટલી છે. એમાંથી અત્યાર સુધીમાં માત્ર ૨૬૩૫ કરોડના મૂલ્યનાં પાંચ કરોડ ઈ-ચલાન જ ભરાયાં છે. હાલમાં દંડની વસૂલાતનો દર ઘણો ઓછો છે અને અંદાજિત ૬૦ ટકા જેટલા કિસ્સામાં ડ્રાઇવરો દંડ ભરતા નથી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે ૧૧.૮૦ કરોડ રૂપિયાના ખર્ચે AI-બેઝ્ડ કૉલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.



જો વાહનચાલક દ્વારા નિયત સમયમાં દંડ ભરવામાં નહીં આવે તો સિસ્ટમ દ્વારા ફરી ફૉલો-અપ કૉલ્સ પણ કરવામાં આવશે.


આ પ્રોજેક્ટની શરૂઆત મુંબઈની તાડદેવ, અંધેરી, વડાલા અને બોરીવલી RTOથી કરવામાં આવશે અને તબક્કાવાર એને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ માત્ર દંડની વસૂલાત પૂરતી મર્યાદિત નહીં રહે; પરંતુ વ્હીકલનો ઇન્શ્યૉરન્સ, ફિટનેસ સર્ટિફિકેટ અને પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) જેવા મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સની સમયમર્યાદા પૂરી થવા વિશે પણ અગાઉથી જાણ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK