Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં સરેરાશ વરસાદના ૯૦થી ૯૫ ટકા વરસાદ પડશે

મહારાષ્ટ્રમાં સરેરાશ વરસાદના ૯૦થી ૯૫ ટકા વરસાદ પડશે

Published : 14 April, 2026 07:20 AM | Modified : 14 April, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવામાન ખાતાની આગાહી મુજબ જૂન, જુલાઈ અને ઑગસ્ટ સુધીમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે

ગઈ કાલે ખાર દાંડામાં ઘેરાયેલાં  કાળાં વાદળો.  તસવીર: શાદાબ ખાન

ગઈ કાલે ખાર દાંડામાં ઘેરાયેલાં કાળાં વાદળો. તસવીર: શાદાબ ખાન


ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે મૉન્સૂન 2026ની પહેલી સત્તાવાર આગાહી જાહેર કરી છે એમાં મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કોકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડશે. એટલે કે ઍવરેજ વરસાદના ૯૦થી ૯૫ ટકા વરસાદ પડશે એવું હવામાન વિભાગે જાહેર કર્યું હતું.

હવામાન ખાતાની આગાહી મુજબ જૂન, જુલાઈ અને ઑગસ્ટ સુધીમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે. જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની સ્થિતિ રહેશે. જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં હિન્દ મહાસાગરમાં પૉઝિટિવ પરિબળો રહેશે જે અલ નીનોની નેગેટિવ અસર સરભર કરવામાં ભાગ ભજવશે એથી અલ નીનોની અસર અનુભવાશે નહીં. 



હવામાન વિભાગની વરસાદ 
માપવા માટે પાંચ કૅટેગરી કઈ છે? 
ઍવરેજના ૯૦ ટકાથી ઓછો વરસાદ એ અપૂરતો વરસાદ ગણાય છે.
બીજી શ્રેણીમાં ૯૦થી ૯૫ ટકા એટલે ઍવરેજથી ઓછો વરસાદ. 
ત્રીજી શ્રેણીમાં ૯૬થી ૧૦૪ ટકા એટલે સામાન્ય ઍવરેજ વરસાદ ગણાય છે. 
૧૦૫થી ૧૧૦ ટકા એટલે ઍવરેજ કરતાં વધુ વરસાદ ગણાય છે.
૧૧૦ ટકાથી વધુ વરસાદ અતિરેક ગણાય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK